સૂત્રોના જણાવ્યા મુજબ ક્રેશ લેન્ડિંગને કારણે એરપોર્ટ પર ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે
Kolkata, તા.૮
ગઈ કાલે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર Indian Air Forceનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. Indian Air Forceની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. Indian Air Forceના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આજે બાગડોગરા એરપોર્ટ પર AN-૩૨ ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું હતું. વિમાનના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.’ સૂત્રોના જણાવ્યા મુજબ ક્રેશ લેન્ડિંગને કારણે એરપોર્ટ પર ફિલ્ડ સ્ટ્રક્ચરને નુકસાન થયું છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેશ લેન્ડિંગના કારણની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ક્રેશ થયેલું વિમાન Indian Air Forceનું AN-૩૨ વિમાન હતું. આ વિમાનોને Indian Air Forceના પરિવહન કામગીરીની કરોડરજ્જુ માનવામાં આવે છે. AN-૩૨ એ સોવિયેત બનાવટનું લશ્કરી પરિવહન વિમાન છે. તે Indian Air Force માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે Indian Air Forceના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતાં. ગઈ કાલે વહેલી સવારે હરિયાણાના પંચકુલા જિલ્લામાં સિસ્ટમ ફેલ્યોરને કારણે એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. પાઇલટે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, પાઇલોતે વિમાનને રહેઠાણ વિસ્તારથી દૂર વાળ્યું હતું. આ વિમાન અંબાલાથી નિયમિત ટ્રેનીંગ ફ્લાઈટ માટે ઉડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઇ નથી.