New Delhi,તા.25
નશીલી દવાઓનાં ઈન્જેકશનથી હેપેટાઈટીસ સી વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં ભારત દુનિયામાં બીજા ક્રમે છે. અહીં દર વર્ષે 1.10 લાખ લોકો આ કારણે હેપેટાઈટીસનાં દર્દી બની રહ્યા છે. આ મામલે ભારતથી ઉપર અમેરિકા છે. જયાં 2,24,722 કેસ છે. આ દાવો ‘લાન્સેટ ગેસ્ટ્રો એન્ટરોલોજી એન્ડ હેપેટોલોજી જર્નલમાં’પ્રકાશીત અભ્યાસક્રમમાં કરાયો છે.સંશોધકોનાં જણાવ્યા મુજબ દુનિયાભરમાં દર વર્ષે 8.33 લાખથી વધુ લોકાડ્રગ્સ ઈન્જેકટ કરવાના કારણે હેપેટાઈટીસ સી વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. ગત વર્ષોમાં તેમાં ઘટાડો થયો હતો. પણ હજુ પણ તેનો બોજો ઘણો વધુ છે.
પૂરી દુનિયામાં નશીલી દવાઓના ઈન્જેકશનથી હેપેટાઈટીસ સીની ઝપટમાં આવનારા 60 આઈએસઆઈ દર્દીઓ માત્ર ચાર દેશો અમેરીકા-ભારત, ચીન અને રશીયામાં છે.
વર્ષ 2015-21 માં આવેલા નવા મામલોને જોઈએ તો વર્ષ 2030 સુધીમાં ડબલ્યુએચઓ લક્ષ્યને હાંસલ કરવા માટે દુનિયાભરમાં નવા કેસમાં 76.7 ટકાનો ઘટાડો લાવવો પડશે. જયારે ભારતે આ લક્ષ્ય હાંસલ કરવા માટે નવા કેસોમાં 91.7 ટકાનો ઘટાડો કરવો પડશે.