New Delhi,તા.05
ભારતના ઘર ઘર સુધી પહોંચી ગયેલી મેગી અને લિજજતદાર નેસ્લે કોફી સહિતની બ્રાન્ડના ભાવ આગામી દિવસોમાં વધી જશે. કોફી તો વિશ્વભરમાં મોંઘી થઈ રહી છે અને તેના ભાવમાં 75%નો વધારો થયો છે.
જેથી દુનિયાભરની કોફી બ્રાન્ડના ભાવમાં વધારો થયો છે જે નેસ્લેને પણ લાગુ પડે છે. નેસ્લેના ચેરમેન સુરેશ નારાયણે જણાવ્યું કે, ખાદ્ય ફુગાવો સતત વધતો જાય છે જે ગ્રાહકોને અસર કરે છે અને લોકોની ખરીદી ઘટી છે.
નેસ્લે તેની અન્ય બ્રાન્ડ કિટકેટ ચોકલેટ – સેલેલકના ભાવ પણ વધારશે. તેઓએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે, અનેક બજેટ જોગવાઈએ દેશના મધ્યમ વર્ગની ચિંતાને ઓછી કરવા પ્રયાસ કરે છે.
તેઓએ સ્વીકાર્યુ કે, હવે કોઈ બ્રાન્ડ આખા ભારતમાં છવાઈ જાય તે દિવસો પુરા થયા. પ્રાદેશિક બ્રાન્ડ પણ મજબૂત બની રહી છે અને તેથી કંપનીઓ માટે તેની વ્યુહરચના બદલવી પડે છે.