Kodinar,તા.16
અહીં ચાની કીટલીમાં માસિક રૂા. દશ હજારથી ઓછી રકમની મજુરી કરતાયુવાનને ઈન્કમટેકસ વિભાગે રૂા. ૧૧૫ કરોડની નોટિસ ફટકારતા મજુર યુવાન અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે.
અહીં શહેરમાં ચાની કીટલીમાં કામ કરતા આસિફ મહંમદભાઈ શેખ નામના યુવાનને આવકવેરા વિભાગે જુદા જુદા સમયે ત્રણ નોટીસ ફટકારી તેના નામે તેના એકાઉન્ટમાં થયેલા રૂા. ૧૧૫ કરોડના ટ્રાન્ઝેકશન બાબતે ખુલાસો કરવા નોટીસ આપી છે. જેના કારણે યુવાન અને પરિવાર ખૂબજ મુંઝવણમાં મુકાઈ ગયા છે. વાસ્તવિક રીતે ઈન્કમટેકસ વિભાગની ભૂલ છે કે નોટિસમાં જણાવેલી વિગત મુજબના બેનામી ટ્રાન્ઝેકશન થયાછે. તે ઊંડી તપાસનો વિષય બન્યો છે. આ યુવાન આખો મહીનો મજુરી કરે તો પણ તેને મહિને રૂા. ૧૦ હજારની માંડમાંડઆવક થાય છે. આ ૧૧૫ કરોડની નોટીસે શહેરમાં ચર્ચા જગાવી છે. આ બનાવમાં બેન્કની કોઈ ભૂલ છે કે ઈન્કમટેકસની ભૂલ છે એ તપાસવું જરૂરી છે.