New Delhi, તા.3
નવા નાણાંકીય વર્ષના સામાન્ય અંદાજપત્રમાં નાણાં મંત્રી દ્વારા આડકતરા કરવેરાના-કસ્ટમ જકાતના માળખાને સરળ બનાવવા સાથે મહત્વના ફેરફાર કર્યા છે અને જેને પગલે લેધર, ઇલેક્ટ્રોનિક્સની ચોક્કસ ચીજો, ટેક્સ ટાઇલ્સ સસ્તી થશે.
સાત પ્રકારના ટેરિફ દર હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય કેન્સર, લાંબા સમયની અને રેરની વ્યાખ્યામાં આવતી બિમારીની દવાને એકઝેમ્પટેડ લીસ્ટમાં સામેલ કરીને સસ્તી કરવામાં આવી છે.
નાણાં મંત્રીએ ઔદ્યોગિક ચીજોના કસ્ટમ ટેરિફ માળખાને સરળ બનાવતા નવા માળખાની દરખાસ્ત કરતા કહ્યું કે નવા માળખા હેઠળ કસ્ટમના સાત ટેરિફ હટાવવામાં આવે છે અને એકથી વધુ સેસ કે સરચાર્જ લાગૂ નહીં અને કેટલીક ચીજો પર સેસ ઘટાડવા સાથે મોટાભાગની ચીજવસ્તુઓમાં લગભગ એક સમાન કરવામાં આવ્યો છે.
એલસીડી-એલઇડી ટીવી માટેના ‘ઓપન સેલ’ને મુક્તિ આપવામાં આવી છે. ટેક્સ ટાઇલ્સ ક્ષેત્રના લૂપ તથા મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રીક વાહન માટેની લીથીયમ આર્યન બેટરીના કેપીટલ ગુડઝને મુક્તિ આપવામાં આવી છે. આ કદમથી એલસીડી, એલઇડી, મોબાઇલ, ઇલેક્ટ્રીક વાહન તથા સ્વદેશી કપડા સસ્તા થશે.
હેન્ડીક્રાફટ તથા લેધર ઇનપુટને રાહત આપવામાં આવી છે. વેપાર-ધંધાની હાડમારી હટાવવા માટે પ્રોવિશ્નલ એક્સમેન્ટ ફાઇનલ કરવા માટે સમય મર્યાદા નક્કી થશે. ક્લીયરન્સ પછી વાસ્તવિક હકિકત માટે સ્વૈચ્છીક જાહેરાત અને પેનલ્ટી વિના માત્ર વ્યાજ સાથે ડ્યુટી પેમેન્ટની જોગવાઇ કરવામાં આવી છે.
માસિકને બદલે ત્રિમાસિક સ્ટેટમેન્ટ ફાઇલ કરવા તથા સમય મર્યાદા વધારીને એક વર્ષ કરવામાં આવી છે.
શું શું સસ્તુ થશે
♦ કેન્સર સહિતની જટીલ બિમારીની 36 દવાઓ
♦ મેડીકલ સાધનો
♦ એલઇડી-એલસીડી ટીવી
♦ ભારતમાં બનતા કપડા
♦ મોબાઇલ ફોન બેટરી
♦ 82 વસ્તુ પરથી સેસ દુર
♦ લેધર જેકેટ
♦ બુટ, ચપ્પલ, બેલ્ટ, પર્સ
♦ ઇલેકટ્રીક વાહનો
♦ હેન્ડલુમ કપડા
સરકારી મા. શાળાઓ-આરોગ્ય કેન્દ્રો બ્રોડ બેન્ડથી કનેકટ કરાશે
દેશના જુદા જુદા ગ્રામ્ય અને અંતરીયાળ વિસ્તારોમાં આવેલી સરકારી સેક્ધડરી શાળાઓને બ્રોડ બેન્ડથી જોડવા સરકારે નિર્ણય કર્યો છે. શહેરી-ગ્રામ્ય શાળાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રોને પણ આ બ્રોડ બેન્ડ સાથે જોડવા કેન્દ્ર સરકારના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.