રાજકોટ મ્યુ. કોર્પો.ની ટી.પી. શાખા દ્વારા વેસ્ટ ઝોન (વાવડી-રૈયા)માં ડિમોલીશનની કાર્યવાહી
Rajkot તા. ૨૩
રા.મ્યુ. કમિ.ના આદેશાનુસાર તથા ડે. કમિ.ના માર્ગદર્શન હેઠળ આજરોજ ટાઉનીંગ પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧૨માં અરજદાર વિનુભાઈ પરસાણા દ્વારા કરાયેલ રજૂઆતના પગલે વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ કાંગશીયાળી રોડ, રસુલપરા, વાવડી વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડના અંદાજીત ૮૫૦ ચો.મી. જમીન ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ આજરોજ સવારથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે અરજદાર રીયાઝભાઈએ કરેલ રજૂઆતના પગલે કાંગશીયાળી રોડ, વાવડી ગામતળ પાછળ અંદાજીત ૨૬૧ ચો.મી. જગ્યામાં થયેલા ગેરેજના છાપરાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પુનીતનગરના ટાંકાથી વાવડી ગામ સુધી (ટીપી સ્કીમ નં. ૧૪)ની અંદાજીત ૫૦૦ ચો.મી. જગ્યામાં ખડકાયેલા ૩૦ ઝૂંપડા હટાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વોર્ડ નં. ૧૦માં ટી.પી. સ્કીમ નં. ૧૬-રૈયા રોડ, અંતિમખંડ નં. ૮૬/એ (વાણિજ્ય વેચાણની જમીન )અને અંતિમખંડ નં. ૩૧/એ (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ.) કીડની હોસ્પિટલવાળી જગ્યા ઉપર ખડકાયેલા ગેરકાયદે ઝૂંપડાઓ દૂર કરીને અનુક્રમે ૪૭૭૬ ચો.મી. અને ૨૨૨૧ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે.
ઉપરોકત ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજીત કીંમત રૂા. ૬૯.૯૭ કરોડ થવા જાય છે. વેસ્ટ વિસ્તારમાં ટી.પી. શાખા દ્વારા હાથ ધરાયેલ ડિમોલીશનની કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
Trending
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયેલા Suratના યુવકનું મોત
- Virpur Bank of Baroda ના કેશિયર દ્વારા ગ્રાહકો સાથે લાખોનું ફ્રોડ કરી બરોબાર પૈસા ઉપાડી ફરાર
- World Bank નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના વિકાસ દરના અનુમાનમાં ઘટાડો
- જો બાળ લગ્ન થશે તો લગ્ન મંડપ, પુજારી અને બેન્ડના સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે
- પહેલગામ આતંકવાદી હુમલા અંગે Supreme Court માં અરજી દાખલ
- Uttar Pradesh ની ખુરશીને પોતાની જાગીર માનતા હતા, પરંતુ લોકોએ જમીનદોસ્ત કરી:Akhilesh Yadav