Morbi,તા.26
ઈજાગ્રસ્ત આઈસર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક હાઈવે પર ટેન્કર પાછળ આઈસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઈજાગ્રસ્ત આઈસર ચાલકનું સારવારમાં મોત થયું છે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ ખંભાલીયા તાલુકાના ભાતેલ હાલ વાંકાનેર પરશુરામ પોટરી પટેલવાડી સામે રહેતા જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ આઈસર જીજે ૦૧ ડીયુ ૧૫૯૭ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૧૦ એપ્રિલના રોજ આઈસર ચાલક વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ રહે જસદણ વાળાએ પોતાનો આઈસર ટ્રક પુરઝડપે ચલાવી હાઈવે પર મહિકા ગામ નજીક ફરિયાદીના ટ્રક ટેન્કર જીજે ૧૨ બીવાય ૯૦૪૭ પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં આઈસર ડ્રાઈવર વિપુલ રાઠોડને ઈજા પહોંચતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે