હું સ્વયં પણ યમુનાનું પાણી પીવું છું: PM Modi

Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી(આપ)ની સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે

New Delhi, તા.૩૧

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી(આપ)ની સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  પીએમ મોદીએ નામ લીધા વિના કેજરીવાલ પર સીધા પ્રહાર કરીને કહ્યું કે, ‘જે લોકો યમુનાની સફાઈના નામ પર વોટ લેતા હતા, એ આજે તેનાથી મોં ફેરવી રહ્યા છે.’ દિલ્હીમાં રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘દિલ્હીમાં અમારા બધા જજ, જસ્ટિસ અને આદરણીય સભ્યો હરિયાણાથી મોકલવામાં આવેલ આ પાણી પીવે છે. તમારા વડાપ્રધાન પણ આ જ પાણી પીવે છે. શું કોઈ કલ્પના કરી શકે કે હરિયાણાએ મોદીને ઝેર પીવડાવ્યું હશે?’ દિલ્હી એક એવી સરકાર ઈચ્છે છે, જે ગરીબો માટે ઘર બનાવશે અને દરેક ઘર સુધી પાણી પહોંચાડશે. વડાપ્રધાનમાં વધુમાં કહ્યું કે, દિલ્હીના એક પૂર્વ મુખ્યમંત્રી(કેજરીવાલ)એ હરિયાણાના લોકો પર ધૃણાસ્પદ આક્ષેપ લગાવ્યા છે. તેમની(કેજરીવાલ) હિંમત તો જુઓ એ હરિયાણાના લોકો પર આક્ષેપ લગાવી રહ્યા છે, યમુનાની સફાઈ કરવી નથી હારના સંકેતથી ભયભતી થઈ ગયા છે.સોનીપતઃ હરિયાણા સરકારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે સોનીપત જિલ્લાની કોર્ટમાં કાયદાની કલમ ૨(ડી) અને ૫૪ હેઠળ કેસ દાખલ કરાવ્યો છે. હરિયાણાના મંત્રી વિપુલ ગોયલે માહિતી આપતા કહ્યું કે રાજ્ય સરકારે અરવિંદ કેજરીવાલના યમુનાના પાણીમાં ઝેર હોવાના નિવેદન પર તેમની સામે કેસ નોંધાવ્યો છે.કેજરીવાલ નવી કાનૂની મુસીબતમાં ફસાઈ ગયા છે. દિલ્હીના પાણી પુરવઠામાં વિક્ષેપ પાડવા માટે હરિયાણાની સરકાર યમુના નદીમાં ‘ઝેર’ ઠાલવી રહી હોવાના તેમના દાવા બદલ હરિયાણાની એક કોર્ટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને સમન્સ જારી કર્યા છે. કોર્ટે કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલને અપાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કેજરીવાલને તેમના આરોપો પાછળના કારણો સમજાવવા કહેવાયું છે. ચૂંટણી પંચે પણ અગાઉ કેજરીવાલ પાસે તેમના દાવાના પુરાવા માંગ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *