Vadodara,તા.07
વડોદરાની વાઘોડિયા રોડ કલાદર્શનની પાસે રમનગરમાં રહેતા દિવ્યાબેન આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કમાં ધ બ્યુટી નામનું બ્યુટી પાર્લર ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ 2009માં થયા હતા અને મારે સંતાનમાં એક દીકરો છે ચાર વર્ષથી અમારે પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હોવાથી હું મારા પિયરમાં આવી ગઈ હતી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં મારા પતિ વિશ્વાસ મનુભાઈ પંચાલ સામે ફરિયાદ કરી હતી. મારા પતિએ ઝઘડો નહીં કરવાની ખાતરી આપતા સમાધાન કરી લીધું હતું.
વર્ષ 2023 માં અમારે સાસરીમાં પતિ સાથે રહેવા જતી રહી હતી થોડા સમય પછી મારા પતિએ ફરીથી ઝઘડા કરવાનો શરૂ કર્યો હતો. જેથી હું પિયરમાં જતી રહી હતી અને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે કે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગત ત્રીજી તારીખે બપોરે 3:00 વાગે હું બહારથી આવીને બ્યુટી પાર્લર ગઈ હતી. મારો પતિ પણ મારી પાછળ પાછળ આવ્યો હતો. મારા પતિએ અંદર આવીને રૂમ બંધ કરે મારી સાથે ઝપાઝપી કરી હતી અને મારું માથું પકડીને દીવાલમાં અફાળ્યું હતું તેને મારા હાથ પર બચકું ભરી જાનથી મારી નાખવાની ધમકી આપીને કહ્યું હતું કે તે જે કેસ કર્યો છે તેમાં હું તને પૈસા આપવાનો નથી. મારા પતિ સાથે આવેલો તેનો મિત્ર હિરેન શાહ કબાટ પર ચઢીને રૂમમાં આવવા જતા પડી જતા તેને ભણીજા થઈ હતી. મેં બૂમ કરતા બ્યુટી પાર્લરનો સ્ટાફ તથા અજુ બાજુના લોકો આવી જતા મારો પતિ ત્યાંથી ભાગી ગયો હતો.