Surat માં મહિલા આઇપીએસના પતિએ વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરી

Share:

Surat,તા.૪

સુરતમાં મહિલા આઇપીએસના પતિએ વેપારી સાથે ૩ કરોડની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. મુંબઈમાં સસ્તા ફ્લેટના બહાને કાપડનાં વેપારીને લોભામણી લાલચ આપી કરોડોની ઠગાઈ મામલે સુરત ઇસીઓ સેલ વધુ તપાસ હાથ ધરૂ છે.

સુરતમાં મહારાષ્ટ્ર કેડરના મહિલા આઇપીએસ રશ્મિ કરંદીકરના પતિ પુરૂષોત્તમ ચૌહાણે સુરતના કાપડના વેપારીને રૂપિયા ૩ કરોડનો ચૂનો લગાવ્યો હતો.  કાપડ વેપારીને આઇપીએસના પતિએ લોભામણી લાલચ આપી હતી. સરકારી ક્વોટાના ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી હતી. આઇપીએસ પતિએ પોતે મુંબઈ મંત્રાલયમાં કામ કરતા હોવાનો ઝાંસો આપી પોતાના ષડયંત્રનો શિકાર બનાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હાલ આરોપી પુરષોત્તમ ચૌહાણ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. આરોપીની સામે કરોડોના ૈં્‌ રિફંડ કાંડમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પુરષોત્તમ ચૌહાણની ૨૬૩ કરોડના આઇટી રિફંડ કેસમાં ઈડીએ ધરપકડ પણ કરી હતી.  હવે સુરતમાં ગુનો નોંધાતા ટ્રાન્સ્ફર વોરંટ મળ્યા બાદ સુરત લવાશે. હાલ સમગ્ર કેસમાં સુરત ઇસીઓ સેલ વધુ તપાસ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *