Rajkot,તા.30
2016માં અમદાવાદ સ્થિત રાજમોતી મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીના હત્યા કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કોર્ટે રાજકોટની જાણીતી રાજમોતી મિલના માલિક સમીર શાહ, સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
2016માં ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે 14 મે 2016ના રોજ સમીર શાહની જયપુરની સિટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર તેમની જ કંપનીના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કરવાનો આરોપ હતો. સમીર શાહ રાજકોટમાં રાજમોતી મિલનું સંચાલન કરતા હતા અને તેઓ સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશન(SOMA), રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (RCCI)ના પ્રેસિડેન્ટ પણ હતા.
મામલો શું હતો?
રાજમોતી મિલના માલિક સમીર શાહ પર તેમની જ કંપની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના ડેપો મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. સમીર શાહે પોતાની અમદાવાદના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી લીધું હતું અને પછીથી તેને તેને રાજકોટ લવાયો હતો. જ્યાં તેની પાસે અમદાવાદ ડેપોમાં હિસાબ બાબતે બબાલ થઇ હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. દક્ષિણીને ખૂબ જ ટોર્ચર પણ કરવામાં આવ્યો હતો અને આર્થિક ગેરરીતિ કર્યાની કબૂલાત કરાવવા માટે તેને આ રીતે ક્રુરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ મામલે પીએસઆઈ મારુ, એએસઆઈ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાની સંડોવણી પણ ખુલી હતી.