Prayagraj,તા.4
અત્રે મહાકુંભ સ્થળે સેકટર 20 માં સોમવારે હિલીયમ ગેસ ભરેલ હોટ એર બલુન ઉપર જમીનથી હજુ ઉડયુ હતું ત્યાંજ ફાટતા બે બાળકો સહીત 6 લોકો દાઝયા હતા. તેમને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.
હોટ એર બલુનથી મહાકુંભને જોવા માટે 6 લોકો હોટ એર બલુન પર સવાર થયા હતા. બલુનમાં હીલીયમ ગેસ ભરવામાં આવ્યો અને તે જમીનથી હજુ ઉડયુ હતું.ત્યાં જોરદાર ધમાકા સાથે તે ફાવી ગયુ હતું.
જેથી ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. બલુનની ટોપલીમાં સવાર બધા 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા.