Skin Problems થી છૂટવાનાં ઘરગથ્થુ ઉપાયો

Share:

બદલતી જીવનશૈલી, ઋતુ અને હોર્મોન્સમાં બદલાવના કારણે  ત્વચાની સામાન્ય તકલીફો જેવી કે  ખીલ,ઝાંય, વ્હાઇટ હેડસ અને બ્લેક હેડ્સ થવા લાગે છે. બજારમાં આ સમાસ્યાઓના નિવારણ માટે વિવિધ ક્રીમ મળતા હોય છે. પરંતુ આ તકલીફોથી ઘરગત્થુ ઉપાયોથી પણ રાહત મેળવી શકાય છે. 

ખીલ બેકિંગ સોડા

ચહેરા  પરના ખીલથી રાહત પામવા માટે ૨ ટી સ્પૂન બેકિંગ સોડા અને પાણી મેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી અને ૨૦ મિનીટ પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. નિયમિત રીતે કરવાછી ખીલથી છુટકારો મળે છે. 

ઓટમીલ

૨ ચમચી ઓટમીલમાં પાણી ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરાપર લગાડવું. ૧૫ મિનીટ પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. અઠવાડિયામાં ત્રણ-ચાર વખત કરવાથી ફાયદો આપશે.

ટામેટા

 ૧ ટામેટાના પલ્પમાં ખીરાનો જ્યૂસ ભેળવી ચહેરા પર લગાડવુંય ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી ખીલથી છુટકારો થાય છે. 

ડાઘ-ધાબા

ખીલ ચહેરા પર પોતાના નિશાન ડાઘ-ધાબાના રૂપે છોડી જાય છે. તેને દૂર કરવા માટે:

૧ ચમચી ચંદન પાવડરની પેસ્ટ બનાવાવ માટે ગુલાબજળ અથવા દૂધ લઇ ભેળવવું. ચહેરા પર લગાડી એક કલાક પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે. 

બદામ

૪-૫ બદામને રાતાન ાપાણીમાં પલાળી સવારે તેને ગુલાબજળ સાથે પીસી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઇ જાયએટલે ધોઇ નાખવું.નિયમિત લગાડવાથી ફાયદો થાય છે. 

મધ

૧ ચમચી મધ, ૨ ચમચી ઓટમીલ અને ેલોવેરા જેલ લઇ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. 

વ્હાઇટ હેડ્સ

ઓઇલ ગ્લેન્ડસ વધુ પડતી સક્રિય થાય ત્યારે વ્હાઇટ અને બ્લેક હેડસચહેરા પર થાય છે. 

ઇંડા

એક ઇંડાની સફેદી અને એક ચમચી મધ ભેળવી ચહેરા પર લગાડી ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ કરવાથી ફાયદો થાય છે. 

લીંબુ

૨ ચમચી લીંબુના રસમાં કોટન ડુબાડી પ્રભાવિત જગ્યા પર લગાડવું અને ૨૦-૨૫ મિનીટ બાદ ધોઇ નાખવું.અઠવાડિયામાં ૩ વખત કરવું. 

બ્લેક હેડ્સ

વ્હાઇટ હેડસ જ થોડા સમયમાં બ્લેક હેડ્સમાં બદલાઇ જતા હોય છે. 

ગ્રીન ટી 

૧ ચમચી ગ્રીન ટી અને થોડું પાણી ભેળવી પ્રભાવિત ભાગ પર લગાડીવું અને બે-ત્રણ મિનીટ   ચહેરા પર હાથેથી ગોળાકારમાં ફેરવવું અને થોડી વાર રહી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. 

લીલી દ્રાક્ષ

લીલી દ્રાક્ષની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૧૫-૨૦ મિનીટમા હુંફાળા પાણીથી ધોઇ નાખવું.

ઝાંય

ઝાંયના કારણે ચહેરાની ખૂબસૂરતી  બગડી જતી હોય છે. 

ટોમેટો-લીંબુ

૨ ચમચા ટામેટાનો પલ્પ એ ૧ ચમચી લીંબુનો રસ ભેળવી ચહેરા પર લાગડી સુકાઇ જાય પછી ધોઇ નાખવું.નિયમિત કરવાથી ફાયદો થશે. 

દૂધ અને સંતરાની છાલ ૨ ચમચી દૂધ અને સંતરાની છાલનો પાવડર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. અઠવાડિયું કરવાથી ઝાંય ઝાંખી થવા લાગશે. 

કાળા કુંડાળા

આંસ પાસેના કાળા કુંડાળાની તકલીફ મોટા ભાગની મહિલાઓને સતાવતી હોય છે. 

ફૂદીનો

ફૂદીનો અને ખીરાની પેસ્ટ વાટી આંખની આસપાસના ડાર્ક સર્કલ્સ પર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. નિયમિત કરવાથી કાળા ડાઘા આછા થવા લાગશે. 

બદામ-લીંબુ

૪-૫ બદામને રાતના પલાળી સવારે પાણી સાથે વાટી પેસ્ટ બનાવી કાલા કુંડાલા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાકવું. રાહત થશે. 

સન ટેન

સખત તડકાના કારણે ત્વચા ટેન થઇ જઇ જતી હોય છે. 

હળદર

૨ ચમચી હળદર અને અડઘી ચમચી દહીં ભેળવી  પેસ્ટ બનાવી પ્રભાવિત જગ્યા પર લગાડી ૧૦ મિનીટ રહીને ધોઇ નાખવું. 

નાળિયેર

૧ ચમચો તાજા નાળિયેરનું પાણી ચહેરા પર લગાડી થોડી વાર પછી ચહેરો ધોઇ નાખવો. દિવસમાં ત્રણ-ચાર વખત કરવું. 

લીંબૂ

લીંબુના અડધાયિાને પ્રભાવિત જગ્યા પર રગડવું. ૧૫ દિવસ નિયમિત કરવાથી  સન ટેનથી છુટકારો મળે છે. 

સ્ટ્રેચ માર્ક

ડિલીવરી પછી  પેટ પર અને વજન ઘટવાને કારણે સાથળના ભાગ પર સ્ટ્રેચ માર્કસ ઊભરી આવે છે.

એરંડિયું

એરંડિયાને પ્રભાવિત જગ્યા પર ૨૦ મિનીટ સુધી હળવા હાથે માલિશ કરવું, અને તેના પર કોટનનું કપડું મુકી  ગરમ પાણી અથવા ઇલેકટ્રીક હીટ બેગથી ૩૦ મિનીટ શેક લેવો. એક મહિનો સતત કરવાથી રાહત થશે. 

સાકર

૪ ચમચી સાકર, ૨ ચમચી બદામનું તેલ અને ઍ ચમચી લીંબુનો રસ ભેળવી પ્રભાવિત જગ્યાપર લગાડી થોડી વાર રહીને ધોઇ નાખવું. 

બટાટાનો રસ 

બટાકાને છીણવા અથવા તો પૈતા કરવા. પ્રત્યેક સ્લાઇસને સ્ટ્રેચ માર્કસ પર રગડવી અને સુકાઇ જાય પછી હુંફાળાપાણીથી ધોઇ નાખવું. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *