ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે અનેક સ્થળોએ પરંપરાગત રીતે કમળા હોળી પ્રગટાવાઈ હતી હવે આવતીકાલે તા.૧૩ ને ગુરૂવારે મોડી સાંજે શુભ મુર્હૂતે મોટી હોળી પ્રગટાવવામાં આવશે.અને મોડી રાત્રી સુધી હોળીના દર્શનાર્થે લોકો ઉમટી પડશે.આજની તારીખે પણ હોલીકાની પ્રદક્ષિણાનું અનન્ય મહાત્મ્ય હોય હોલીકા પ્રાગટય બાદ સ્થાનિક રહીશો ખાસ કરીને નવપરિણીત દંપતિઓ શ્રીફળ,ધાણી, દાળીયા, ખજુર સાથે જળની ધારાવડી કરવા માટે ઉમટી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં હોલીકા પ્રાગટય બાદ બહેનો દ્વારા કર્ણપ્રિય કિર્તન સાથે રાસની રમઝટ બોલાવાશે. હોળાષ્ટકની સમાપ્તી થતાની સાથે જ ગોહિલવાડમાં ફરી વખત માંગલિક કાર્યોનો ધમધમાટ શરૂ થશે.શહેરના આતાભાઈ ચોક મિત્રમંડળ તેમજ કેસરી મિત્રમંડળ દ્વારા ૧૯૭૫ના વર્ષથી હોલિકાદહન યોજાઈ રહેલ છે. જેમાં ગાયના છાણા, શુધ્ધ ઘી, વિવિધ પ્રકારની હવન સામગ્રીઓ તથા ગુગળથી વાતાવરણ શુધ્ધ બનાવાશે. આ સાથે વિવિધ પ્રકારના ધાનનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત તખ્તેશ્વર, પાનવાડી, ઘોઘાસર્કલ, કણબીવાડ, કરચલીયા પરા,કાળીયાબીડ સહિતના અનેક સ્થળોએ પણ હોળીકા પ્રાગટય કરાશે.
Trending
- Jammu and Kashmir ના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની કાર્યવાહી
- Gujaratના Hazira Port પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો
- Western Border આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ
- Alert in Chandigarh: હુમલાની શક્યતાને પગલે સાઈરન વાગ્યા, બધાને ઘરમાં સુરક્ષિત સ્થાને રહેવા સૂચન
- E paper Dt 09-05-2025
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Jammu, Punjab, Rajasthan માં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું