Rajkot : ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આજે યોજાશે નારી તું નારાયણી કાર્યક્રમ

Share:

હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા હાસ્યની સાથે મહિલાઓને માન અને મર્મની વાતો કરશે

મેયર નયના પેઢડીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે

Rajkot, તા.૭

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા સમાજમાં મહિલાઓનુ પ્રભુત્વ વધે, મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. દર વર્ષે ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૮ માર્ચને શનિવારના રોજ રાજકોટ શહેર ખાતે નારી તું નારાયણી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે ૮ માર્ચને શનિવારના રોજ બપોરે ૪ વાગ્યાથી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નારી તું નારાયણી કાર્યક્રમ અંતર્ગત ખ્યાતનામ હાસ્ય કલાકાર મનસુખ વસોયા (ખિલોરીવાળા)હાસ્યની સાથે મહિલાઓને માન અને મર્મની વાતો રજૂ કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *