Canada તા.23
કેનેડામાં હિંદુ પૂજા સ્થળો પર ચાલી રહેલા હુમલાની વચ્ચે એડમોન્ટનના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું કે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર સવારે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા. સાથે જ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર હુમલો કરવામાં આવ્યો. ખાલિસ્તાની સમર્થકો પર આ ઘટનાના આરોપ લાગી રહ્યાં છે.
નેપિયન સંસદ સભ્ય ચંદ્ર આર્યએ હિંદુ-કેનેડિયન સમુદાયો વિરુદ્ધ હિંસાની વધતી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. આર્યએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, એડમોન્ટનમાં હિંદુ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ફરીથી તોડી દેવામાં આવ્યું છે. છેલ્લા અમુક વર્ષોથી ગ્રેટર ટોરન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડાના અન્ય સ્થળોમાં ભારત વિરોધી સૂત્રો સાથે તોડફોડ કરવામાં આવી રહી છે.
હિંદુ કેનેડિયન હકીકતમાં પરેશાન છે
સાંસદ આર્યએ આગળ પોતાની પોસ્ટમાં ખાલિસ્તાની ચરમપંથીઓને મળેલી છૂટ તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું, ‘હું હંમેશાથી કહેતો રહ્યો છું કે ખાલિસ્તાની ચરમપંથી નફરત અને હિંસાની પોતાની જાહેર નિવેદનબાજીથી સરળતાથી બચી નીકળે છે. હું એક વાર ફરીથી કહેવા માગું છું. હિંદુ કેનેડિયન હકીકતમાં પરેશાન છે. હું ફરીથી કેનેડાની કાયદા અમલીકરણ એજન્સીઓથી આ મુદ્દાને ગંભીરતાથી વિચારવાનું આહવાન કરુ છું. એ પહેલા કે આ નિવેદનબાજી હિંદુ કેનેડિયન લોકો વિરુદ્ધ હુમલામાં બદલાઈ જાય’.
મંદિરો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતાં
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિંડસરમાં એક હિંદુ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી નુકસાન કરાયું હતું, જેની ખૂબ ટીકા થઈ હતી અને કેનેડિયન અને ભારતીય બંને અધિકારીઓએ કાર્યવાહી કરવાની માગ કરી હતી.