Hina Khan તેની છેલ્લી બચેલી પાંપણનો ફોટો શેર કર્યો

Share:

કેહિનાએ એમ પણ લખ્યું છે કે, મેં એક દાયકા કે વધુ સમયથી નકલી પાંપણો પહેરી નથી પરંતુ હવે મારે મારા શૂટ માટે પહેરવી પડશે

Mumbai, તા.૧૫

હિના ખાને તેની કેન્સર સામેની લડાઈ વચ્ચે વધુ એક ભાવનાત્મક પરંતુ પ્રેરક પોસ્ટ શેર કરી છે. તેણે તેની છેલ્લી બાકી રહેલી પાંપણની તસવીર પોસ્ટ કરી છે. આ સમયે તેની પ્રેરણા શું છે તે પણ જણાવ્યું. હિનાએ લખ્યું છે કે કીમોથેરાપીના કારણે તેની તમામ પાંપણો ખરી ગઈ છે અને માત્ર એક જ બાકી છે. આશા છે કે ટૂંક સમયમાં બધું સારું થઈ જશે.હિના ખાન કેન્સર સામેની લડાઈ ખૂબ હિંમતથી લડી રહી છે. સારવાર દરમિયાન પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નથી અને સોશિયલ મીડિયા પર હેલ્થ અપડેટ્‌સ પણ આપતી રહે છે. હાલમાં જ તેણે પોતાની આંખની તસવીર શેર કરી છે. તેમાં માત્ર એક જ પાંપણ દેખાય છે. હિનાએ આ સાથે કેપ્શન લખ્યું છે કે, જાણવા માંગુ છું, આ સમયે મારી પ્રેરણાનો સ્ત્રોત શું છે? આ બહાદુર, એકલો સૈનિક, અનેક જિનેટિકલી લાંબી પાંપણો સાથે જે એક સમયે મારી આંખોને શોભાવતી હતી, મારી છેલ્લી બચેલી પાંપણ, બધી મુશ્કેલીઓ સામે લડ્યા પછી મારી સાથે છે. હું કીમોના છેલ્લા ચક્રની નજીક છું, તેથી આ છેલ્લી પાંપણ મારી પ્રેરણા છે. આપણે આ પણ અંત સુધી જોઈશું. ઈન્શાઅલ્લાહ આપણે ચોક્કસ જોઈશું.હિનાએ એમ પણ લખ્યું છે કે, મેં એક દાયકા કે વધુ સમયથી નકલી પાંપણો પહેરી નથી પરંતુ હવે મારે મારા શૂટ માટે પહેરવી પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *