New Delhi,તા.23
કાશ્મીરમાં ગઈકાલે બાયસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી ખીણમાં સક્રિય ધ રેઝીસ્ટેસ ફ્રન્ટ (ટીઆરએ) એ જવાબદારી લીધી છે જે હુમલાનો માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ ખાલીદ છે જે પાકિસ્તાનમાં જ હાલ શરણ લઈ રહ્યો છે અને લશ્કર એ તોયબાના વડા હાફીઝ સઈદનો અત્યંત નજીકનો ગણવામાં આવે છે.આમ આ હુમલાના હુમલાનું આયોજન પાકિસ્તાનમાં જ થયું હતું અને તેમા લશ્કર એ તોયબાની ભૂમિકા હોવાનું નિશ્ર્ચિત થયું છે. ટીઆરએ સંગઠન એ ખીણ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે.
લશ્કર એ તોયબા પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ હોવાથી તેણે આતંકી પ્રવૃતિ માટે આ સંગઠનની રચના કરી છે અને પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈનું તેને પીઠબળ છે.લશ્કર એ તોયબાના ડે.ચીફ સૈફુલ્લાહ ખાલીદ આ હુમલામાં સામેલ હોવાનું માનવામાં આવે છે. તે આતંકીઓ માટે હથીયાર અને લોકલ સપોર્ટની વ્યવસ્થા કરે છે.
સૈફુલ્લાહ ખાલીદ એ પાકિસ્તાની સેનાનો પણ માનીતો હોવાનું માનવામાં આવે છે. તેણે 2 ફેબ્રુઆરી 2026 સુધીમાં કાશ્મીર પર પુરો કબજો કરાશે તેવી બડાશ હાંકી હતી. અને કાશ્મીર ઉપર કબ્જો થઈ જશે તેવી ફીશ્યારી પણ મારી હતી.