Morbi,તા.23
બંને પક્ષની દલીલો સાંભળી, ૨૯ તારીખે કોર્ટ અરજી મુદે ચુકાદો આપશે
મોરબી ઝૂલતો પુલ કેસમાં આજે આરોપી પક્ષે કરેલી ડીસ્ચાર્જ અરજી મુદે હિયરીંગ કરવામાં આવ્યું હતું બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી હિયરીંગ આજે પૂર્ણ થયું છે આગામી ૨૯ તારીખે ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે
ઓક્ટોબર ૨૦૨૨ માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના આરોપીઓને ઝડપી લીધા છે જે હાલ જામીન પર મુક્ત છે અને આરોપીઓએ કોર્ટમાં ડીસ્ચાર્જ અરજી કરી હતી જેનું આજે હિયરીંગ કોર્ટે કર્યું હતું જે અંગે વિકટીમ પરિવારના વકીલ દિલીપ અગેચણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓએ નિર્દોષ બિન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજીમાં આજે બંને પક્ષે દલીલો રજુ કરી હતી અને કોર્ટમાં હિયરીંગ પૂર્ણ થયું છે આગામી ૨૯ એપ્રિલની મુદત પડી છે ત્યારે ડીસ્ચાર્જ અરજી મુદે કોર્ટ ફેસલો સંભળાવી સકે છે