Morbi,તા.29
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં તમામ ૧૦ આરોપીઓએ બિનતહોમત છોડી મુકવા માટે ડીસ્ચાર્જ અરજી મુદે અગાઉ સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો આજે મોરબી સેશન્સ કોર્ટે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી મુદે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં અરજી રીજેક્ટ કરવામાં આવી છે
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીને ઝડપી લીધા હતા જે કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે સમયાન્તરે આરોપીઓએ જામીન મેળવ્યા બાદ કોર્ટમાં ડીસ્ચાર્જ અરજી કરી હતી જેમાં તમામ આરોપીઓ નિર્દોષ છે અને બિનતહોમત છોડી મુકવામ માટેની અરજી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો આજે કોર્ટે ડીસ્ચાર્જ અરજી મુદે ચુકાદો અપાતા ડીસ્ચાર્જ અરજી રદ કરી છે જેથી તમામ આરોપીઓને હાલ કોઈ રાહત મળી નથી