Morbi,તા.10
શહેરની હોસ્પીટલના પગથીયા ઉતરતી વેળાએ એક વ્યક્તિના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર ઈસમને પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો જે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ગત તા. ૦૬-૧૧-૨૪ ના રોજ ફરિયાદી દેવરાજભાઈ નદેહારીયા રહે રાતાભેર વાળા પગથીયા ઉતરતા હતા ત્યારે અજાણ્યો ઇસમ ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ગયો હતો જે બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો અને ચોરી કરનાર ઇસમ મોરબી જુના બસ સ્ટેન્ડમાં હોવાની બાતમી મળતા સીટી એ ડીવીઝન પોલીસે આરોપી રોહિત શત્રુભાઈ મકવાણા રહે ગોંડલ વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત આપી હતી અને ચોરીનો મોબાઈલ અજાણ્યા ઈસમને વેચી નાખ્યાનું કબુલ્યું હતું જેથી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ ઇસમ રીઢો ગુનેગાર છે જે અગાઉ રાજકોટના આજીડેમ તેમજ ગોંડલ સીટી પોલીસમાં બે સહીત કુલ ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે