Gandhinagar,તા.24
GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષાની આપી શકશે છે.
જેમાં ગુજકેટની પરીક્ષા તારીખ 23 માર્ચ 2025ને રવિવારના રોજ યોજાશે. વધુ માહિતી માટે www.gseb.orgની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલા પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. પણ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુત્તર માટેની રહેશે.