એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં સમગ્ર દેશમાં Gujarat નંબર-વન

Share:

Ahmedabad,તા.5
શેરબજારમાં તૈયાર કરવામાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર-વન જાહેર થયુ છે. નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નોંધાયેલા ઈન્વેસ્ટરોમાંથી 50 ટકા એકટીવની શ્રેણીમાં છે.

અર્થાત નિયમીત રીતે માર્કેટમાં તૈયાર કરે છે.મહારાષ્ટ્રમાં એકટીવ ઈન્વેસ્ટરો 40 ટકા તથા ઉતર પ્રદેશમાં 32 ટકા છે.ગુજરાતના ઈન્વેસ્ટરોનાં ટર્નઓવરમાં મોટો વધારો છે. 2014 માં કેશ માર્કેટમાં ગુજરાતના ઈન્વેસ્ટરોનુ ટર્નઓવર 3.2 લાખ કરોડ હતું. તે 2024 માં વધીને 23.5 લાખ કરોડે પહોંચ્યુ હતું. 

2024 માં માત્ર અમદાવાદમાં જ ઈન્વેસ્ટરોએ 7.9 લાખ કરોડના કેશ માર્કેટમાં વેપાર કર્યા હતા અને દેશનો સૌથી વધુ વેપાર કરનાર ત્રીજા નંબરનો જીલ્લો બન્યો હતો. સુરત પણ ટોપ-10 માં સામેલ હતું. સૌથી વધુ ટર્નઓવર ધરાવતા જીલ્લાઓમાં આઠમું સ્થાન હાંસલ કર્યું હતું.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1.79 કરોડ ઈન્વેસ્ટરો છે પરંતુ એકટીવની વ્યાખ્યામાં 71.1 લાખ જ છે. ગુજરાતમાં 96.8 લાખમાંથી 47.9 લાખ એકટીવ છે. ઉતર પ્રદેશમાં 1.23 કરોડમાંથી 39.9 લાખ ઈન્વેસ્ટરો એકટીવ છે. દેશના કુલ એકટીવ ઈન્વેસ્ટરોમાંથી 40.4 ટકા માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત તથા ઉતર પ્રદેશનાં છે. જેમાં મહારાષ્ટ્રનું યોગદાન 18.1 ટકા, ગુજરાતનું 12.2 ટકા તથા ઉતર પ્રદેશનું 10.5 ટકા છે.

ગુજરાત એકમાત્ર એવુ રાજય છે જેના ત્રણ શહેરો એકટીવ ઈન્વેસ્ટરોની સૌથી વધુ સંખ્યા ધરાવતા ટોપ 10 શહેરોમાં સામેલ છે. અમદાવાદ 10.6 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે ત્રીજા, સુરત 7.9 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે પાંચમા તથા રાજકોટ 4.3 લાખ એકટીવ ઈન્વેસ્ટરો સાથે આઠમા સ્થાને છે. ટોપ-10 માં પુના, જયપુર, કોલકતા, હૈદરાબાદ જેવા શહેરો પણ સામેલ છે.

શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ગુજરાતીઓ દાયકાઓથી શેરબજાર સાથે સંકળાયેલા છે અને વર્ષો વર્ષ સંખ્યા વધતી રહી છે.હવે યુવા વર્ગ તથા મહિલાઓ પણ દાખલ થતાં સંખ્યામાં મોટો વધારો છે.

2024 નાં વ્યકિતગત રોકાણકારોના 25.7 લાખ કરોડના ટર્નઓવર સાથે મુંબઈ મોખરે હતું. દિલ્હી 21.3 લાખ કરોડના ટર્નઓવર સાથે બીજા ક્રમે હતું.અમદાવાદનાં ઈન્વસ્ટરોનું ટર્નઓવર 7.9 લાખ કરોડ હતું 2014 માં અમદાવાદનું ટર્નઓવર 1.2 લાખ કરોડ જ હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *