Gujarat Ecological Education and Research Gir Foundation રાજયના13 જિલ્લામાં 222 વરૂ નોંધાયા

Share:

Wadhwan, તા. 1
ગુજરાતમાં જોવા મળતા વરૂને સંરક્ષિત પ્રાણી જાહેર કરાયું છે ત્યારે ગુજરાન ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં વરુની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 13 જિલ્લામાં 222 વરૂની વસતી જોવા મળી છે. જે પૈકી 12 વરુ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. રાજ્ય સરકાર સંવેદનશીલ પ્રાણીઓ ભારતીય વરુ સંરક્ષણલક્ષી પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે.

ત્યારે તાજેતરમાં વનવિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે.જેના પરિણામે વન વિભાગ દ્વારા2023માં રાજ્યમાં વરુની વસતી ગણતરી કરાઈ હતી.

જેમાંરાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 80 વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 39 નર્મદા જિલ્લામાં, 36 બનાસકાંઠામાં, 18 સુરેન્દ્રનગરમાં, 12 જામનગર, 12 મોરબીમાં તેમજ 9 કચ્છ જિલ્લામાં જોવા મળ્યા છે. 

ઉપરાંત અન્ય જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વનોંધાયું છે. વરૂ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નક્શાઓની એક નક્શાપોથી એટલાસ-રાજ્યમાં ભારતીય વરુઓના નિવાસસ્થાનોનો એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. જે પર્યાવરણીય સંતુલન જાળવવાઅને કૃષિ ટકાઉપણાને સમર્થનઆપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ અભ્યાસમાંરાજ્યના 13 જિલ્લામાં વરુનીહાજરી અને તેના આવાસોના નક્શાઓ તૈયાર કરવામાં આવ્યોછે. વરુ મુખ્યત્વે જંગલ તેમજ રણવિસ્તારોમાં જોવા મળે છે. આપ્રાણી છૂપાઇવાળા અને વૃક્ષોથીભરેલા વિસ્તારોમાં વસવાટ કરેછે. આ એટલાસ મુજબ વરૂ માટેઅનુકૂળ નિવાસસ્થાનો મુખ્યત્વેખુલ્લા ઝાડીવાળા વિસ્તારો અનેપાણીના સ્ત્રોતોની ઉપલબ્ધતાસાથેના ઘાસના મેદાનોથી બનેલાછે, કચ્છના નાના અને મોટા રણનેપણ ભારતીય વરૂ માટે મહત્વના નિવાસસ્થાનો તરીકે ઓળખવામાં આવ્યા છે.

સાથોસાથ ભાલ વિસ્તાર, જેમાં વેળાવદર રાષ્ટ્રીયઉદ્યાન અને ધોલેરાનો આસપાસનો પ્રદેશનો સમાવેશ થાય છે.વરુએ પ્રકૃતિમાં પામેલા બુદ્ધિશાળી પ્રાણીઓમાંથી એક છે.આ પ્રાણીનું વૈજ્ઞાનિક નામ “Canis lupus pallipes” છે. વરૂના શરીરનો માપ 3થી 5 ફૂટ લાંબો અને તેનો વજન 30થી 80 કિલોગ્રામ સુધી હોય છે. તેનાચોખ્ખા શરીર, ચમકીલી આંખોઅને લાંબી પૂંછડી તેને અન્યપ્રાણીઓથી અલગ પાડે છે.

તેની રૂંવાટીમાં ભૂખરો, કાળો, સફેદ અથવા ખાખી જેવા રંગો હોય છે,જે તેને તેના પર્યાવરણમાં છૂપાઈરહેવા સહાય કરે છે. સામાન્ય રીતે એક સમૂહમાં 6થી 15 વરુ હોય છે.જેમાં એક આલ્ફા નર અને આલ્ફામાદા જે આખા સમૂહના અગ્રણીહોય છે. તેઓ સાથે શિકાર કરે છે,ખોરાક વહેંચે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *