New Delhi,તા.07
કેન્દ્ર સરકાર લાંબા સમયથી જીએસટીમાં સુધારા અંગે જે તૈયારી કરી રહી છે તેના ભાગરૂપે આગામી દિવસોમાં કપડા અને જૂતા સસ્તા થાય તે રીતે જીએસટી દરમાં ફેરફાર કરશે. લોકોની ખરીદી વધે તે રીતે આ નિર્ણય લેવાશે.
હાલ રૂા.1000 સુધીના કપડા પર 5% જીએસટી લાગે છે અને તેનાથી મોંઘા કપડા પર 12% જીએસટી દર છે. તેમાં હવે રૂા.1000ની મર્યાદા વધારીને રૂા.1500 કરાશે તેવા સંકેત છે.
આ જ રીતે જૂતા પર રૂા.1000 સુધીની કિંમત પર 12% જીએસટી છે. તેમાં પણ રૂા.1500 સુધીના જૂતા 12% જીએસટી અને તેનાથી મોંઘા 18% જીએસટી દર લાગુ પડે તેવી ધારણા છે. આ અંગે જીએસટીની હવેની બેઠકમાં નિર્ણય લેવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ખાસ કરીને જે ક્ષેત્રમાં રોજગારી વધુ આપવાની ક્ષમતા છે તેને હળવા જીએસટી દર હેઠળ લાવીને લોકો વધુ ખરીદી કરે તથા વધુ આગામી ઉત્પાદન, રોજગાર વધે તે જોવા માંગે છે. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને તેમના બજેટ ભાષણમાં આ સંકેત આપી દીધો હતો.