Rajkot,તા.24
મોરબી રોડ પર નવા જકાતનાકાની બાજુમાં ખોડીયાર મંદિરે તા.26ને શનિવારના રોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં થાંભલી રોપવાનું મુહુર્ત તા. 26ને શનિવારના શુભ ચોઘડીયે, માતાજીનું સામૈયુ, તા. 26ને શનિવારના સવારે શુભ ચોઘડીયે તથા માતાજીનો મહાપ્રસાદ સાંજે 7 થી 11 કલાક સુધી અને થાંભલી વધાવવાનું મુહુર્ત તા.27ને રવિવાર સવારે શુભ ચોઘડીયે રાખવામાં આવેલ છે.
આ ધાર્મિક પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા પંચના ભુવાઓશ્રી ભુવા મુળજીભાઈ ઉકાભાઈ બજાણીયા, ભુવા મુકેશભાઈ કાઠીયા, ભુવા ગોવિંદભાઈ માત્રાણીયા, ભુવા મનસુખભાઈ બહુકીયા,ભુવા જેન્તીભાઈ વાટીયા, ભુવા જયેશભાઈ વિરસોડીયા,ભુવા રણછોડભાઈ, ભુવા રઘુભાઈ, ભુવા મહેન્દ્રભાઈ, ભુવા ઘુસાભાઈ, ભુવા પાંચાાઈ, ભુવા મનસુખભાઈ,ભુવા રામજીભાઈ ભુવા રમેશભાઈ, ભુવા નવઘણભાઈ,ભુવા રજાકભાઈ ઉપસ્થિત રહેશે. તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદયભાઈ ટોળીયા, બાબુભાઈ અજાણી, મહેશભાઈ આતવાણી, ભટ્ટીભાઈ, રાજુભાઈ કુંભરવાડીયા, સંજયભાઈ ભાનુશાળી જહેમત ઉઠાવી રહ્યા છે.