Rajula,તા.29
રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમવાર પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મુત્યુ પામેલ સ્વ. શિવમ ભરતભાઇ વ્યાસ તથા જ્યોતિબેન વ્યાસના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તરૂપી રક્તદાન કર્યું હતું. અને ૪૦ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસની ઉજવણી કરી અને અન્ય સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું. આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપી બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્રહ્મસમાજ યુવા સંગઠન રાજુલા અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવાના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તકે રવુભાઇ ખુમાણ, હેમલભાઈ વસોયા, સાગરભાઇ સરવૈયા, હરસુરભાઇ લાખણોત્રા, ઘનશ્યામભાઈ વાઘ યુવરાજભાઈ ચાંદુ, મનસુખભાઇ જોશી, અર્ચનાબેન પરાગભાઇ જોશી, ચિરાગભાઈ જોષી, નિરવભાઇ ભટ્ટ, ભુપતભાઈ જોશી, જીગ્નેશભાઈ ઉપાધ્યાય, અભિષેક જોશી, પાર્થ વ્યાસ, ભાર્ગવ વ્યાસ આકાશ ભટ્ટ સહિત બ્રહ્મ સમાજના આગેવાનો, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા