Government Insurance Companie ઓ ટુંક સમયમાં બધા પ્રકારની વીમા પ્રોડકટ વેચી શકશે

Share:

New Delhi, તા.21
દેશમાં સરકારી વીમા કંપનીએ પણ ટુંક સમયમાં જ બધા પ્રકારના વીમા ઉત્પાદનો વેચી શકશે. તેના માટે કેન્દ્ર સરકારે નવા વીમા સંશોધન વિધેયક 2024માં સમગ્ર લાયસન્સ પ્રદાન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ટુંક સમયમાં જ તેને મંજુરી મળવાની આશા છે. તેના માધ્યમથી સરકારી વીમા કંપનીઓ હવે જીવન અને બિનજીવન વીમા ઉત્પાદનોને એક જ લાયસન્સ અંતર્ગત વેચી શકશે. આથી ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને સીધો ફાયદો પહોંચશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર જાહેર અને ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓને સમાન અવસર આપવા માંગે છે.

અધિકારીઓનું કહેવું છે કે આથી ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં વીમા ઉત્પાદનોની પહોંચ વધશે. કારણ કે આ ક્ષેત્રોમાં સરકારી વીમા કંપનીઓની વ્યાપક પહોંચ છે. એક જ કંપનીના વ્યાપક ઉત્પાદનોની પ્રાપ્યતા ગ્રાહકો માટે સુવિધાજનક હશે. ગ્રાહકોને અલગ અલગ વીમા કંપનીઓ પાસે જવાની જરૂરત નહીં પડે, જેથી સમય અને પ્રયાસની બચત થશે.

સરકારનું લક્ષ્ય: સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતમાં બધા માટે વીમાનું સપનુ સાકાર કરવાનું છે, તેનો અર્થ એ છે કે દરેક નાગરિકને વ્યાજબી અને સુલભ વીમા સેવાઓ પ્રદાન કરવામાં આવશે. સમગ્ર લાઈસેસીંગ આ લક્ષ્યને મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે આ સીસ્ટમ વીમા ઉદ્યોગને આધુનિક બનાવવા અને નવા રોકાણોને આકર્ષિત કરવામાં મદદ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *