Morbi,તા.16
અખાદ્ય જથ્થો જેને વેચ્યો હતો તેનું વર્ષ ૨૦૨૦ માં અવસાન થયું હતું
વારસદારોને ગોડાઉનની જરૂરત હોવાથી જથ્થાનો અયોગ્ય નિકાલ કર્યો : અધિકારી
મોરબીના યમુનાનગર નજીક દલિત સ્મશાનમાં આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો અખાદ્ય જથ્થો મળી આવતા ચકચાર મચી હતી આજે બીજા દિવસે પણ સ્થળ પર સરકારી અનાજનો જથ્થો જોવા મળ્યો હતો જે મામલે પુરવઠા અધિકારીએ જથ્થો વેચાણ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું
યમુનાનગરના દલિત સ્મશાનમાં મંગળવારે આગ લાગી હતી જેથી ફાયર ટીમ આગ બુઝાવવા દોડી ગઈ હતી જે સ્થળે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાના બાચકા મળી આવ્યા હતા જેના પર સરકારી હોવાના પુરાવા જોવા મળતા હતા જેથી પુરવઠા વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ આદરી હતી આગ પર કાબુ મેળવી કુલ કેટલો જથ્થો છે તેની તપાસ ચલાવી હતી આજે બીજા દિવસે આગ લાગ્યાના સ્થળથી થોડે દુર વધુ અનાજનો જથ્થો પકડાયો હતો જે મામલે જીલ્લા પુરવઠા અધિકારી જયમીન કાકડિયાએ જણાવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો આગ લાગ્યાના સ્થળે મળી આવ્યાની જાણ થતા સ્થળ તપાસ કરી હતી જે જથ્થો વર્ષ ૨૦૧૯ નો હોવાનું ખુલ્યું હતું વર્ષ ૨૦૧૯-૨૦ ના વર્ષમાં પાણી અથવા પૂરને કારણે અનાજનો જથ્થો અખાદ્ય થયો હતો જેથી સરકારની નિયત પ્રક્રિયા અંતર્ગત ૯૭૩ ક્વિન્ટલ જથ્થો સુરેન્દ્રનગરની વિનય એગ્રી ટેક પેઢીને વેચાણથી આપવામાં આવ્યો હતો જે પેઢીના સંચાલક આદીલ રફીક માંડવીયા વર્ષ ૨૦૨૦ માં અવસાન થયું હતું
જથ્થો પડી રહ્યો હતો જેના વારસદારોને જગ્યાની જરૂરત હોવાથી નિકાલ કરવા સ્થાનિકને જાણ કરી હતી અને સ્થાનિકે અહી મુક્યો હોવાનું જણાઈ આવ્યું છે જેથી પેઢીના વારસદારને નોટીસ આપવામાં આવી છે સરકારી અનાજનો અખાદ્ય જથ્થો જે હેતુથી વેચાણ કર્યો હોય તે ખરીદનારે તેનો ઉપયોગ યોગ્ય કરવાનો રહે છે અથવા યોગ્ય નિકાલ કરવો પડે છે આમ નિકાલ ના કરી સકાય અખાદ્ય જથ્થો હોવાથી પશુ-પક્ષી કે મનુષ્ય ખાઈ ના સકે જેથી સરકારી નિયમ મુજબ આવો જથ્થો ખાતર બનાવનાર કે ડી કમ્પોઝીશન ઉપયોગ કરનારને વેચાણથી અપાતો હોય છે પરંતુ નિકાલ યોગ્ય રીતે કર્યો નથી યોગ્ય નિકાલ કરવાનો રહે છે નોટીસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે