Morbi,તા.11
ઘૂટું ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે જે રોડના કામમાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણો હટાવવાની કામગીરીમાં ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવતા રોષ જોવા મળ્યો હતો
મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આજે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી રોડના કાંઠે બનેલ બાપા સીતારામ મઢુલી અને તેની આસપાસનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું તે ઉપરાંત અન્ય નાના મોટા દબાણો તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી રોડનું કામ ચાલતું હોવાથી નડતરરૂપ દબાણો દુર કર્યા હતા