ચહેરાને ચમકાવે Golden makeup

Share:

મેકઅપની  તાકાત એવી છે કે તેની મદદથી તમે તમારો સમગ્ર લુક ચેન્જ કરી શકો. આજકાલ  બજારમાં કોસ્મેટિક્સની અલગ અલગ વરાઈટીઓ અને રેન્જ ઉપલબ્ધ છે, જેનો તમે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો. યુવતીના સૌંદર્યને નિખારવા માટે બજારમાં ઘણા પ્રકારનાં રંગબેરંગી આઈશેડો, હેરકલર, લિપસ્ટિક વગેરે મળી રહે છે. જો તમે હોટ અને ગ્લેમરસ દેખાવા માંગતા હો તો તમારી મેકઅપ કિટમાં ગોલ્ડ શેડના આઈશેડો, નેઈલ પેંટ, હાઈલાઈટર વગેરે રાખવાં જરૂરી છે.

ગોલ્ડન શેડ એવો છે કે જેનો પ્રયોગ કરતા યુવતીઓ હંમેશાં ખચકાતી હોય છે. તેમને  લાગે છે કે આ શેડના ઉપયોગથી તેઓ હાંસીપાત્ર ઠરશે, પરંતુ જો આ શેડનો ઉપયોગ મેકઅપને હાઈલાઈટ કરવામાં  થાય તો તે તમને ગ્લેમરસ અને હોટ લુક આપી શકે તેમ છે.

ચમકતા ગાલ લાગે કમાલ : ગાલ પર જરાક ગોલ્ડ શેડ તમારો લુક બદલી નાખશે. તમે ગાલ પર બ્લશર લગાવો ત્યાર બાદ ગાલને હાઈલાઈટ કરવા માટે થોડા ગોલ્ડન હાઈલાઈટરનો ઉપયોગ કરી જુઓ અને પછી જુઓ તેની કમાલ.

કમળની પાંખડી  જેવાં નયનો :   ચહેરાનો મેકઅપ કરતી વખતે સૌથી વધુ મહત્ત્વ આંખને આપવામાં આવે છે. જો તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યાં હો તો તમારી આંખોનું સૌંદર્ય નિખારવા માટે પાંપણોની વચ્ચે ડાર્ક રંગનો આઈશેડો લગાવો. ત્યારબાદ બ્રો-બોન પર ગોલ્ડન હાઈલાઈટરનો ઉપયોગ કરો.

હોઠ જાણે ગુલાબની પાંખડીઓ :  આજે બજારમાં ઘણા બધા શેડના લિપ ગ્લોસ મળે છે. હોઠને લુક આપવા માટે તેની પર ગોલ્ડન ચમકવાળો લિપગ્લોસ લગાવવાનું ભૂલશો નહીં. તેનાથી તમારા હોઠ ચમકતા અને હોટ લાગશે.

સોનેરી લહેરાતા વાળ :  તમારા વાળની સુંદરતા વધારવા માટે ગોલ્ડ પિગ્મેંટ શ્રેષ્ઠ છે. વાળની લટોમાં થોડા ગોલ્ડ પિગ્મેંટનો છંટકાવ કરો. તેનાથી તમારા વાળની સુંદરતા અનેકગણી વધી જશે.

કેવી રીતે મેળવશો હોટ લુક :  પાર્ટીમાં  જો તમે ગ્લેમરસ દેખાવા ઈચ્છતાં હો તો મેકઅપમાં ગોલ્ડન શેડનો પ્રયોગ જરૂરી બની જાય છે. હોટ લુક મેળવવા માટે કોલરબૉન, ડેકોલટાઝ અને ખભા પર આછા ગોલ્ડન રંગનો છંટકાવ કરો. 

ચહેરાની ત્વચાને ક્લીન કરવા માટે તેમ જ ઢીલી પડી ગયેલી ત્વચાને ટાઈટ કરવા માટે ફેશ્યલ કરવામાં આવે છે.  ફેશ્યલ માટેની ક્રીમમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. એમાં કયા પદાર્થો વાપરવામાં  આવ્યા છે એના આધારે ફેશ્યલની પ્રાઈસ નક્કી થાય છે. સેન્સિટિવ સ્કિન માટે તેમ જ સ્કિન-ટાઈટનિંગ માટે માર્કેટમાં નવા આવેલા ગોલ્ડન  ફેશ્યલમાં શું કરવામાં આવે છે એ જાણી લો.

ફેશ્યલના બેઝિક સ્ટેપમાં ક્લીનીંગ ખૂબ જ જરૂરી છે. સ્કિન પર લાગેલી ધૂળ અને મેલને દૂર કરવા માટે સૌપ્રથમ ગોલ્ડન ક્લેન્ઝર વડે સ્કિન સાફ કરવામાં આવે છે.

સ્કિન સાફ કર્યા બાદ ચહેરાનાં રોમછિદ્રોને ટાઈટ કરવા માટે ટોનિંગ જરૂરી છે. ગોલ્ડ ટોનર ચહેરા પર લગાવવાથી રોમછિદ્રો ટાઈટ થાય છે.

ત્યારબાદ ચહેરા પર પાઉડર-બેઝ્ડ એન્ઝાઈમ લગાવવામાં આવે છે. આ એન્ઝાઈમ પાઉડર ફોેર્મમાં હોવાથી એમાં થોડુંક પાણી ભેળવી એની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે છે. આ માસ્ક ડ્રાય થઈ જાય ત્યારે ચહેરા પર સ્ટીમ લેવામાં આવે છે, જેને કારણે વાઈટ હેડ્સ અને બ્લેકહેડ્સ સહેલાઈથી નીકળી જાય છે. ત્યારબાદ ભીના સ્પન્જ વડે ત્વચાને ક્લીન કરી દેવામાં આવે છે.

ત્વચાને ક્લીન કર્યા બાદ ત્વચા પર ગોલ્ડન જેલ લગાવવામાં આવે છે અને પછી ચહેરા પર અલ્ટ્રાસોનિક અથવા ગેલ્વેનિક મશીન ફેરવવામાં આવે છે, જેને કારણે આ જેલ ત્વચાની અંદર શોષાય છે. ત્યારબાદ ગોલ્ડન ક્રીમ વડે મસાજ કરવામાં આવે છે જેનાથી સ્કિન હાઈડ્રેટ થાય છે અને પછી ગોલ્ડન ફેસપેક  લગાવીને કૅવિઆર-બેઝ્ડ ટિશ્યુ માસ્ક લગાવવામાં આવે છે. આ માસ્કમાં ગોલ્ડ ડસ્ટ હોય છે જેનાથી ચહેરાને ચમક મળે છે. દસથી પંદર મિનિટ બાદ એ દૂર કરવામાં આવે છે. આ ફેશ્યલ ત્રીસી વટાવી ગયેલી વ્યક્તિઓ કરાવી શકે છે. એનાથી સ્કિન હાઈડ્રેટ થાય છે તેમ જ ટાઈટ થાય છે. આ ફેશ્યલની અંદાજિત કિંમત ૨૦૦૦ રૂ. છે.

ઘરમાં જ ફેશિયલ કરવા માટે શું વાપરવું? 

ફેશિયલ કરવા માટે બ્યુટીપાર્લરમાં ન જવું હોય અથવા મોંઘાદાટ કોસ્મેટિક્સ ન ખરીદવાં હોય તો કેટલાક ઘરગથ્થુ પદાર્થો વાપરીને પણ ત્વચાને ચમકીલી બનાવી શકાય છે.

ડ્રાય સ્કિન માટે કેળાં વાપરી શકાય છે, જ્યારે ઓઈલી સ્કિન માટે સંતરા જેવાં ખાટાં ફળ વાપરી શકાય છે. ડાઘવાળી સ્કીન માટે પપૈયુ વાપરી શકાય છે. ડલ સ્કિનમાં ગ્લો લાવવા માટે સ્ટ્રોબેરી લાભદાયક રહે છે. 

પીચ કે પ્લમનો પલ્પ કાઢી હળવે હાથે ચહેરા પર નીચેથી ઉપરની તરફ સર્ક્યુલર ડિરેક્શનમાં મસાજ કરો અને થોડી વાર રહેવા દઈ ચહેરો ધોઈ નાખો. રવો અથવા ઢોકળાંના લોટમાં થોડુંક દૂધ અને હળદર મિક્સ કરીને ચહેરા પર હળવેકથી ઘસવાથી મૃતકોષો દૂર થાય છે. બીટનો થોડોક રસ લઈને ચહેરા પર ઘસી નાખો. મિક્સ ફ્રૂટ-જ્યૂસ અથવા મિક્સ વેજિટેબલ જ્યૂસ પીઓ ત્યારે એમાંથી બે ચમચી કાઢી લઈને ચહેરા પર મસાજ કરી લો.

મસાજ કરીને ચહેરો ક્લીન કર્યા બાદ મુલતાની માટીમાં થોડુંક ગુલાબજળ અને ચંદનનો પાઉડર મિક્સ કરીને બનાવેલો ફેસપેક લગાવવો.

ચહેરાને ચમકાવે Golden makeup

Beneficial લેટસની ભાજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *