Mumbai, તા 23
સતત તેજી બાદ આજે સોનામાં મોટો કડાકો નોંધાયો છે. જેને પગલે સોનું 1 લાખની નીચે ઉતરી ગયું છે. આજે સોનામાં રૂ. 2500 ઘટતા સોનાનો ભાવ રૂ.99000 એ પહોંચ્યો છે. વૈશ્વિક બજારોમાં સોનું 33.21 ડોલર અને ચાંદી 32.92 ડોલર એ પહોંચ્યુ છે.
અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ ટેન્શન સતત વધી રહ્યું છે ત્યારે ફેડ ચેરમેન જેરોમ પાવલની હકાલપટ્ટીની વાતો વચ્ચે ટ્રમ્પે પૌવલને તાત્કાલિક ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા અપીલ કરતાં ડોલર ઈન્ડેક્સ ઘટીને ત્રણ વર્ષની નવી નીચી સપાટીએ પહોંચતાં સોનામાં તેજી ભડકી હતી અને મંગળવારે સવારે વર્લ્ડ માર્કેટમાં 3500 ડોલરની નવી ટોચ જોવા મળી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થાય તેવા સંકેતો મળ્યા છે જો આ યુદ્ધ સમાપ્ત થશે તો સોનામાં ઊંચા મથાળેથી 150 થી 200 ડોલરનો શોર્ટટર્મ ઘટાડો આવી શકે છે પણ ઘટયા મથાળેથી સોનું ફરી વધશે કારણ કે સોનાની તેજીના અનેક કારણો હજુ પણ સક્રિય રીતે મોજૂદ છે.