Mumbai,તા.07
ભારતીય શેરબજારમાં થઈ રહેલા કડાકાએ એક સમયે રોકેટ ગતિએ આગળ ધપી રહેલા આઈપીઓ માર્કેટને પણ હવે આંચકો આપ્યો છે અને એકથી વધુ કંપનીઓને તેના આઈપીઓ હાલ મુલત્વી રાખ્યા છે. તેઓને હાલની મંદીમાં પીટાઈ જવાનો ભય છે.
તેમાં સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી ચિંતા છે. ઝેપ્ટો- પાઈન લેબ ગ્રો- લેન્સ કાર્ટ સહિતની કંપનીમાં જેઓએ પોતાના વિદેશી એડ્રેસ ધરાવતી જતી તેઓએ ભારતમાં રજીસ્ટર કંપની સ્થાપીને આઈપીઓ લાવવા તૈયારી કરી હતી. તેઓએ પણ હવે કાં તો તેના આઈપીઓ હાલ મુલત્વી રાખવાની ફરજ પડી છે અથવા તો સાઈઝ ઘટાડવા માટે પણ તેઓએ પોતાના પ્રોસ્પેકટ બદલવાની તૈયારી કરી છે.
હાલની મંદીની માર્કેટમાં તેઓ લીસ્ટીંગ કરાવવા માંગતા નથી. અનેક કંપનીઓએ તેના શેરના ભાવમાં જે ઉંચા વેલ્યુએશન રાખ્યા હતા જેમાં પણ ઘટાડો કરી રહી છે જેથી તે પીટાઈ જાય નહી.
આ વર્ષે 20થી વધુ ન્યુ એજ કંપનીઓ જેમાં સ્ટાર્ટઅપનો પણ સમાવેશ થાય છે તેઓ હવે આઈપીઓના સ્થાને પ્રાઈવેટ ફંડીંગ ભણી વળી રહ્યા છે. હાલની બજારની સ્થિતિમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટર્સ જંગી ભંડોળ સાથે બેઠા છે. તેઓને પ્રાઈમરી કે સેકન્ડરી માર્કેટમાં હાલ જવામાં રસ ન હતી.
તેથી તેઓ આઈપીઓ મુલત્વી રાખનાર કંપનીઓને ભંડોળ પુરા પાડવા અને ભવિષ્યના આઈપીઓમાં તેઓને આ મૂડીના બદલામાં શેર ફાળવાય તે રીતે વ્યવસ્થામાં જવા આતુર છે. અગાઉ જે આઈપીઓ આવ્યા હતા તે હાલની માર્કેટમાં ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે.
જેમાં નાયકા 57%, એટીએમ 55%, ડિહલીવરી 52%, મોબીકવીક 43% ફસ્ટક્રાય 39% ઓલા ઈલેકટ્રીક 38%, સ્વીઝી 16% ડિસ્કાઉન્ટમાં છે તો ઝેપ્ટો સહિતની કંપનીઓ આઈપીઓની કતારમાં હતા તે હવે રાહ જોવા તૈયાર છે એવું માનવામાં આવે છે કે આ વર્ષે આઈપીઓ ઓછા આવશે અને અનેકની સાઈઝ અને વેલ્યુએશન પણ ઘટી જશે.
અનેક સ્ટાર્ટઅપ જેઓએ આઈપીઓની તૈયારી શરૂ કરી હતી તેઓ હવે ખાનગી ફંડ મેનેજર સાથે ભંડોળ માટે વાતચીત કરી રહ્યા છે. માર્કેટ ખૂબજ અણધાર્યા ટ્રેન્ડ બનાવે છે અને આઈપીઓ તેમાં ઝડપથી એડજેસ્ટ થઈ શકે નહી.
સેબીએ કંપનીઓને ‘એડજેસ્ટેબલ’ પ્રોસ્પેકટ ફાઈલ કરવા મંજુરી આપી છે પણ તે કર્યા પછી પણ આ વર્ષે ભવિષ્યમાં શું છે તે પ્રશ્ન છે. કોઈ એક કારણ નહી અને કોઈ કારણ પણ ના હોય તો પણ માર્કેટ તુટે છે.
તેથી જ આ વર્ષે સ્ટાર્ટઅપ આઈપીઓ અનિશ્ચિતતામાં જવા માંગતા નથી. ઉપરાંત રીટેલ ઈન્વેસ્ટર જે હાલની મંદીમાં ધોવાયા છે તેમાં પણ હવે ટ્રમ્પ ફીવરમાં સપડાયેલા છે તેથી ઝડપથી તેઓ આઈપીઓમાં પણ રોકાણ માટે લાઈન લગાવે તેવી શકયતા ઓછી છે.