મહામારીની અગાઉથી જ ચેતવણી આપી દેશે Genetic System

Share:

London,તા.1
કોરોના મહામારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી (યુકેએચએસએ) એ આમાંથી બોધપાઠ લઈને પ્રથમ જેનેટિક ચેતવણી સીસ્ટમ મેટાજિનોમિકસ લોંચ ર્ક્યુ છે.આ સિસ્ટમ ભવિષ્યની મહામારીનો અગાઉથી જ પતો મેળવી લેશે.

યુકેએચએસએ અનુસાર એમ સ્કેપ વોચ કાર્યક્રમ છે.જેમાં વિશેષજ્ઞોની ટીમ વાયસના સેમ્પલની નિયમીત તપાસ કરશે. તપાસથી વૈજ્ઞાનિકોની ટીમ વાયરસની અસર અને તેની આક્રમકતાને પરખશે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ ટેકનિકથી ભવિષ્યમાં થનાર કે ફેલાનાર બિમારીઓને પણ રોકી શકાશે.

દાવો તો એવો કરવામાં આવ્યો છે કે જો આ સિસ્ટમ કોરોનાકાળ પહેલા હોત તો દુનિયાભરમાં કોરોના મહામારીના દંશને ઓછો કરી શકાયો હોત. બ્રિટન સરકાર પાંચ વર્ષમાં આ મિશન પર ચાર કરોડ પાઉન્ડનો ખર્ચ કરશે.

આ રીતે થશે વાયરસની ઓળખ
મેટાજિનો મિકસ અંતર્ગત કોઈપણ દર્દીનાં સ્પેબ સેમ્પલની તપાસ થશે. દર્દીમાં જે પણ વાયરસ કે બેકટેરિયા હશે તેની પ્રસાર ક્ષમતાનું આકલન કરી તેમાં આંકડાનું વિશ્લેષણ પરીણામ પર પહોંચી શકાય છે.

દુનિયાને લાભ મળશે
બ્રિટન ભવિષ્યની મહામારીનો અગાઉથી પતો મેળવવાની દિશામાં મોટા પ્રમાણમાં કામ કરશે. નેશનલ હેલ્થ સર્વીસ અંતર્ગત આવનારા 30 થી વધુ હોસ્પિટલોએથી ડેટા મેળવવામાં આવશે. આ કાર્યક્રમોથી આખી દુનિયાને લાભ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *