Gazaમાં ઈઝરાયલનો ભયાનક હુમલો, બે મોટા પોલીસ અધિકારી સહિત 68નાં મોત

Share:

Israeli,તા.03

ઈઝરાયલના સુરક્ષા દળોએ ગાઝામાં ફરીથી હુમલા તેજ કરી દીધા છે. ગુરૂવારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં મોતને ભેટેલાં લોકોની સંખ્યા 54 થી વધીને 68 થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ઈઝરાયલી હુમલામાં 68 પેલેસ્ટાઇનના નાગરિકોની મોત થઈ ચુકી છે. જેમાં મહિલાઓ, બાળકો અને બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે કહ્યું કે, હુમલામાં હમાસના આતંકવાદી સુરક્ષા તંત્રના એક વરિષ્ઠ સભ્યને નિશાનો બનાવવામાં આવ્યો છે. 

હમાસ દ્વારા ગાઝામાં ચલાવવામાં આવી રહેલાં આંતરિક મંત્રાલય અનુસાર, ઈઝરાયલની સેનાએ અલ-માવાસી જિલ્લામાં એક તંબૂ શિબિર પર હુમલો કર્યો. જેમાં 11 લોકોની મોત થઈ હતી. હુમલામાં DGP મહેમૂદ સલાહ અને તેમના સહયોગી હુસામ શાહવાનની મોત થઈ ગઈ છે. 

અન્ય હુમલામાં 57ની મોત

મંત્રાલય અનુસાર, અન્ય ઈઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટાઇનના લોકોની મોત થઈ છે. જેમાં, ખાન યૂનિસ સ્થિત આંતરિક મંત્રાલય મુખ્યાલયમાં છ તથા ઉત્તરી ગાઝામાં ઝબાલિયા શરણાર્થી શિબિર, શાતિ (સમુદ્ર તટ) શિબિર અને મધ્ય ગાઝાના મધાજી શિબિરમાંથી ઘણાં લોકોની મોત થઈ ચુકી છે. 

ઈઝરાયલી સેનાએ કરી હુમલાની પુષ્ટિ

ઈઝરાયલી સેનાના અલ-મવાસલીમાં એક ગુપ્ત ઇનપુટના આધારે આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં શાહવાનને નિશાનો બનાવવામાં આવ્યો છે. ઈઝરાયલે શાહવાનને દક્ષિણી ગાઝામાં હમાસ સુરક્ષા દળોના પ્રમુખ જણાવવામાં આવ્યા છે. જોકે, સેનાએ સલાહની મોતનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. સેનાએ દાવો કર્યો કે, તેઓએ હમાસના એવા આતંકવાદીઓને નિશાનો બનાવ્યો છે, જે ખાન યૂનિસ નગર પાલિકા ભવનમાં કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રમાં કામ કરી રહ્યા હતાં. ગુપ્ત જાણકારીના આધારે આ લોકાની માહિતી મળી હતી.

પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (UNRWA)ના પ્રમુખ ફિલિપ લાજારિનીએ એક્સ પર કહ્યું, ‘નવા વર્ષની શરૂઆત થતા જ અમને અલ-મવાસી પર અન્ય એક હુમલાના અહેવાલ મળ્યા, જેમાં ડઝનથી વધારે લોકોની મોત થઈ ચુકી છે. આ એક ચેતવણી છે કે, ગાઝામાં કોઈ માનવીય ક્ષેત્ર તો દૂર પરંતુ સુરક્ષિત ક્ષેત્ર પણ સુરક્ષિત નથી.’ આ સિવાય તેઓએ યુદ્ધ વિરામની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

રક્ષા મંત્રીએ આપી ચેતવણી

રક્ષા મંત્રી ઈઝરાયલ કેટ્ઝે બુધવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, જો હમાસે જલ્દી જ બાકીના બંધકોને મુક્ત ન કર્યા અને ઈઝરાયલ પર ગોળીબાર બંધ ન કર્યો તો તેને ગાઝામાં લાંબા સમયથી ન જોયેલો હોય તેવો ભયાનક માર સહન કરવો પડશે.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધી 45,500 થી વધારે પેલેસ્ટાઇનની મોત થઈ ગઈ છે. જેમાં મોટાભાગની મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. યુદ્ધ બાદ ગાઝાના 2.3 લોકોમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે.  

જણાવી દઈએ કે, ઈઝરાયલ અને હમાસમાં યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023ના દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો. જેમાં લગભગ 1200 લોકો મોતને ઘાટ ઉતર્યા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. લગભઘ 100 બંધક હજુ પણ ગાઝામાં છે, ઓછામાં ઓછા એક તૃતયાંશ માનવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *