Gavaskarકહ્યું ભાગ્યશાળી છે કે કોઈએ અપીલ ના કરી

Share:

Dubai, તા.૨૪

ટીમ ઇન્ડિયાના ધાકડ બેટ્‌સમેન વિરાટ કોહલીએ રવિવારે પાકિસ્તાન સામે ૈંઝ્રઝ્ર ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની મેચમાં ધમાકેદાર અંદાજમાં સદી ફટકારીને ભારતને ૬ વિકેટે જીત અપાવી હતી. ભારતનું હવેચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની સેમિફાઇનલમાં પહોંચવું ૯૯% નક્કી છે. જો સોમવારે ન્યૂઝીલૅન્ડ બાંગ્લાદેશને હરાવી દેશે તો પાકિસ્તાન ૈંઝ્રઝ્ર ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બીજી તરફ ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી જશે.

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ૧૧૧ બોલમાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ૯૦.૦૯ની સ્ટ્રાઇક રેટથી રન બનાવતા ૭ ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીને આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ ઍવોર્ડ પણ આપવામાં આવ્યો. જોકે, તેમ છતાં ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કર સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી પર ભડકી ગયો છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે ભારતના ધાકડ બેટ્‌સમેન વિરાટ કોહલી વિશે પોતાના વિસ્ફોટક નિવેદનથી તોફાન મચાવી દીધું છે.

સુનીલ ગાવસ્કરે અચાનક વિરાટ કોહલી પ્રત્યે ગુસ્સો કેમ વ્યક્ત કર્યો ? જો આ પાછળનું કારણ જાણશો તો ચાહકો પણ હેરાન રહી જશે. પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતી વખતે વિરાટ કોહલીએ મોટી ભૂલ કરી હતી. આ ભૂલ બાદ  કોહલી સદી ફટકારતાં પહેલા જ આઉટ થઈ શક્યો હોત. હકીકતમાં વિરાટ કોહલી ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થઈ શક્યો હોત. જોકે, તેને એક મોટું જીવનદાન મળી ગયું.

મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલી પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, તેમને (વિરાટ કોહલી) બોલ રોકવાની કોઈ જરૂર નહોતી. તે ભાગ્યશાળી છે કે કોઈએ અપીલ ન કરી. સુનીલ ગાવસ્કરે કહ્યું કે આમ કરીને વિરાટ કોહલી ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થઈ શક્યો હોત. જોકે, જ્યારે વિરાટ કોહલીએ થ્રો રોક્યો ત્યારે તે આરામથી ક્રીઝની અંદર પહોંચી ગયો હતો.

આ ઘટના ભારતની ઇનિંગની ૨૧મી ઓવરમાં બની હતી. તે સમયે વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર બેટિંગ કરી રહ્યા હતા. ભારતની ઇનિંગ દરમિયાન ૨૧મી ઓવરમાં વિરાટ કોહલીએ હરિસ રઉફના એક બોલને કવર અને પોઇન્ટ વચ્ચે ધકેલી દીધો અને એક રન લીધો.

નોન-સ્ટ્રાઇકર ઍન્ડ પર વિરાટ કોહલી ક્રીઝ પર પહોંચતાની સાથે જ તે એક થ્રો રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વિરાટ કોહલીની નજીક ફિલ્ડિંગ કરી રહેલા બાબર આઝમ તે થ્રોને ટ્રેક કરી રહ્યા હતા. જો પાકિસ્તાની ટીમે અપીલ કરી હોત તો વિરાટ કોહલી ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થઈ શક્યો હોત. આવી સ્થિતિમાં વિરાટ કોહલી ૪૧ રન પર આઉટ પણ થઈ શક્યો હોત.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *