સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલથી લાગુ થશે : કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી
New Delhi, તા.૭
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. ૫૦ સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે ૮ એપ્રિલ, ૨૦૨૫થી લાગુ થશે.
સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. ૮૦૩થી વધી રૂ. ૮૫૩ થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ ૧૪.૨ કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૫૦૦થી વધી રૂ. ૫૫૦ થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. ૮૦૦ પ્રતિ ૧૪.૨ કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. ૮૫૦ ચૂકવવા પડશે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર ૧૫ દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. ૨ વધારવામાં આવી છે. જો કેે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશર્ ંસ્ઝ્રને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. ૪૩૦૦૦ કરોડનું વળતર આપવાનો છે.ર્ ંસ્ઝ્રને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.
કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે ૯ માર્ચ, ૨૦૨૪ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. ૨૦૦ સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. ૧૧૦૩થી ઘટી ૯૦૩ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં છેલ્લે ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૪માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી ન્ઁય્ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.