Rajkot,તા.07
શહેર લાખાજીરાજ રોડ પરથી દારૂની 480 બોટલ સાથે બુટલેગર ગોપાલ ગમારા અને મુસ્તુફા કાજીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે દારૂ, મોબાઈલ સહીત રૂ. 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
લાખાજીરાજ મેઈન રોડ પર કોટક શેરી નંબર-4માં આવેલ જાહેર પ્લોટ ખાતેથી અલગ અલગ બ્રાન્ડની 180 એમએલની કુલ 480 બોટલ, ત્રણ મોબાઈલ સહીત રૂ.86,070નો મુદ્દામાલ કબ્જે કરી ભુપેન્દ્ર રોડના ગોપાલ સુરેશભાઈ ગમારા(ઉ.વ.28) અને હાથીખાનાના મુસ્તુફા અમીન કાજી(ઉ.વ.31)ની ધરપકડ કરવામાં આવી હતી.