New Delhi,તા.15
કાશ્મીરમાં બોર્ડર સિકયોરિટી ફોર્સના જવાનો બરફાચ્છાદિત વિસ્તારમાં પણ ડ્રિન્કસના કેનથી સ્નો પર હેપી હોલી લખીને અને સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને દેશવાસીઓ સાથે આ ઉત્સવમાં સામેલ થયા હતાં.ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ગોરખપુરમાં રંગોત્સવ માણ્યો હતો.
અમિતાભ અને જયા બચ્ચને હોળીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો
દર વર્ષની જેમ અમિતાભ બચ્ચને આ વર્ષે પણ હોળીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂઆત હોલિકાદહનથી થઈ હતી. હોલિકાદહન વખતે અમિતાભે પત્ની જયા બચ્ચન સાથે એક ઈમોશનલ મોમેન્ટ શેર કરી હતી.
આ સમયની ખાસ તસવીર દીકરી શ્વેતા બચ્ચન નંદાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. શ્વેતાની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઓએ પોઝિટિવ રીઍક્શન આપ્યા છે.દેશભરમાં હોળી-ધુળેટીના તહેવાર-રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. સામાન્ય લોકોથી માંડીને સેલીબ્રીટીઓ પણ રંગભર્યા તહેવારને ઉજવવાનુ ચુકયા ન હતા. રાજનેતાઓ, ફિલ્મી કલાકારો, ક્રિકેટરો સહિતની સેલીબ્રીટીઓએ એકબીજાને પીચકારીના રંગોથી રંગી દીધા હતા અને ઉલ્લાસ સાથે ઉત્સવ ઉજવ્યો હતો.
ભારતમાં બોલીવુડ કલાકારોની ધુળેટી જાણીતી છે જ. અભિનેતા-અભિનેત્રીઓએ રંગભરી ઉજવણી કરી હતી. કાર્તિક આયર્ન, વરૂણ ધવન, મનીષ પટેલ, કંગના રનોત, જહાનવીકપુર, કેટરીના કૈફ, વિકી કૌશલ જેવા કલાકારો રંગે રમ્યા હતા. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પરંપરાગત ઉજવણી કરી હતી. બીજી તરફ આઈપીએલ ટુર્નામેન્ટ ચાલુ થવાની હોવાથી ક્રિકેટરો પણ ઘણાખરા અંશે સાથે હતા.
સચીન તેંડુલકર માસ્ટર લીગની ટુર્નામેન્ટમાં રમે છે. રાયપુરમાં સાથી ખેલાડીઓ સાથે રમ્યા હતા. રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ જયપુરમાં રંગોત્સવ મનાવ્યો હતો. કોલકતા નાઈટરાઈડર્સના રિંકુસિંહ, કપ્તાન રહાણે, વેંકટેશ ઐય્યર તથા લખનૌ સુપર જાયન્ટસના ઋષભ પત, વિંડીઝ ક્રિકેટર નિકોલસ પુરન પણ મસ્તીભરી રીતે રંગે રમ્યા હતા.
બ્રેક અપના સમાચારો વચ્ચે તમન્ના ભાટિયા અને વિજય વર્મા હોળી માનવતા જોવા મળ્યાં હતાં.જોકે બન્નેએ આના વિશે કોઈ નિવેદન નથી આપ્યું. સામાન્ય રીતે બ્રેકઅપ પછી પ્રેમીઓ એકબીજાની સામે આવવાનું ટાળે છે, પણ એ બન્નેએ શુક્રવારે રવીના ટંડનના ઘરે યોજાયેલી હોલી-પાર્ટીમાં જોવા મળ્યાં હતાં.
બન્ને હોળી ઊજવવા એક સ્થળે આવ્યાં હતાં પણ સાથે જોવા નહોતાં મળ્યાં. બન્ને અલગ-અલગ આવ્યાં હતાં અને અલગ-અલગ રવાના થયાં હતાં. આ સેલિબ્રેશનમાં રવીના ટંડન, દીકરી રાશા થડાણી, રવીનાનો પતિ અનિલ થડાણી અને બીજા મિત્રો જોવા મળ્યાં હતાં.