Bhavnagar,
પચમહાલ જીલ્લાના શિંગપુરના વતની અને બોટાદના લાખિયાણી ગામમાં ભગવી વાડી રાખી મજૂરી કામ કરતા યુવાનને તેનાજ મિત્રએ પ્રેમ પ્રકરણના મામલે લાખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આપ્રક્રણમાં બોટાદ રૂરલ પોલીસે શખ્સની ધરપકડ કરી રિમાન્ડ હતા.રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
આ બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર પચમહાલ જીલ્લાના શિંગપુર ખાતે રહેતો યુવાન મેહુલભાઈ બુધાભાઇ તડવી ( ઉ.વ ૨૦ ) બોટાદ તાલુકાના લખિયાણી ગામમાં ભગવી વાડી રાખી મજૂરી કામ કરતો હતો.દરમિયાનમાં મિત્ર રાકેશ પ્રવીણભાઈ ભીલ બન્ને એક યુવતીને પ્રેમ કરતા હતા.આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી.આ માથાકૂટની દાઝ રાખી રાકેશ પ્રવીણભાઈ ભીલએ બોટાદના લાખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી મેહુલભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવના પગલે બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવીણભાઈ ભીલ (રહે. નસવાડી ) ગામમાંથી પકડી પાડી રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં રાકેશ પ્રવીણભાઈ ભીલને જેલ હવાલે કર્યો હોવાનું અને લાકડું અને પથ્થર કબ્જે લેવામાં આવ્યા હોવાનું બોટાદ રૂરલ પોલીસ મથકના પીઆઈ વર્ષાબેન સાકરિયાએ જણાવ્યું હતું.