Rajkot, તા.૭
રાજકોટ મનપાના પદાધિકારી, મેયર નયના પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષ રાડીયા એક સંયુકત યાદીમાં જાહેરાત કરતા જણાવે છે કે, આવતીકાલે ૮-મી માર્ચ, ૨૦૨૫ ના રોજ ૧૧૪-મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ સ્થળે, કોઈપણ રૂટ પર ગમે તેટલી વાર સીટી બસ અને બી.આરટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.