Upleta, તા.20
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના 100 કલાકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુધ્ધ અલગ-અલગ પ્રકારે કામગીરી હાથ ધરવા માટેના પરીપત્રના ભાગરૂપે રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્રારા કોમ્બીંગ નાઈટનું આયોજન કરેલ હતુ.
જે અન્વયે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહની સ્પષ્ટ અને પરીણામલક્ષી કામગીરી કરવા અપાયેલ સૂચના તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઈટ દરમ્યાન ચાર વાહનોને ડીટેન કરેલ તથા રૂપીયા 5000/- નો દંડ તથા ગેરકાયદેસર ખનીજનુ વહન કરનાર ચાર ડમ્પર ટ્રકને સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.