Morbi, તા.7
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં એન્ટિક સીરામીકની પાછળથી પસાર થતી કેનાલ નજીક પાણીના ખાડામાંથી મૂળ પશ્ચિમ બંગાળના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઇન્દરભાઈ બંકિમભાઈ ટુડુ (ઉમર 22) હાલ રહે.રોયલ ટચ સિરામિક લેબર કવાટર ઘુંટુ તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે.પશ્ર્ચિમ બંગાળ વાળાએ જાહેરાત કરી હતી કે તેમના કુટુંબીક મામા લક્ષ્મિનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી (ઉમર 50) ધંધો મજૂરીકામ હાલ રહે. રોયલ ટચ સિરામીક લેબર કવાટર ઘુંટુ તા.મોરબી મૂળ પશ્ર્ચિમ બંગાળ વાળા ગત તા.3-4 ના બપોરના સમયે કોઈને કંઈ કહ્યા વગર ઓરડીમાંથી ગુમ થઈ ગયા હતા અને તેઓની શોધખોળ ચાલુ હતી દરમિયાનમાં તા.6-4 ના બપોરના એન્ટિક સીરામીકના પાછળથી પસાર થતી કેનાલ નજીક ખાડામાંથી લક્ષ્મિનદરનાથ મહાલીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ જણાવ્યું હતું કે હાલ શરીર ઉપર કોઈ ઈજા કે અન્ય કોઈ નિશાન જણાતા નથી છતાં મોતનું ખરું કારણ જાણવા માટે વિસેરા લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ક્રીષ મોબાઇલ નામની દુકાન પાસેથી નીકળેલ દિલીપ ભેરૂલાલ કટારા ભીલ (34) પાસેથી એક ફૂટ લાંબી ધારદાર છરી મળી આવી હતી.તેમજ વાંકાનેરમાં જ વાંઢા લીમડા ચોક ખાતેથી નીકળેલ રમેશ અરજણભાઈ કોળી (ઉમર 48) રહે. રાજા વડલા પાસેથી પણ છરી મળી આવી હોય હથિયારબંધીના ભંગ સબબ બંનેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યારે ગાંધી ચોક નજીકથી નીકળેલ જાવેદ ઉર્ફે માયા રસુલભાઇ જંગીયા (30) રહે.તખ્તસિંહજી રોડ પુનમ મોબાઇલ ઉપરને અટકાવીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પિયુષભાઇ બકુત્રા દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ છરી મળી આવતા તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે ઘુંટુ ગામે આવેલ સીરામીક પાસેથી નીકળેલ નિશાંત ભુપતભાઈ કોળી રહે.જનકપુર ઘુંટુ નામના 20 વર્ષના યુવાન પાસેથી પણ ધારદાર છરી મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.