Surendranagar,તા.૩
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બનતાં પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ મોબાઈલ પર અન્ય યુવતીઓના ફોટો બતાવી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નટુભાઈ ઈલોરિયાને યુવતીએ મોબાઈલ પર અન્ય યુવતીઓના ફોટો બતાવી, અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ગભરાયેલા નટુભાઈએ પોતે હનીટ્રેપનો શિકાર થયાની શંકા થતાં પાટડી પોલીસ સ્ટેશને ૨ યુવતી સહિત ૫ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે એક યુવતીએ જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સાથે ફોન પર વાતો કરી મોબાઇલ પર અન્ય યુવતીઓના ફોટા તેમજ વીડિયો બતાવી ઈરાદાપૂર્વક હનીટ્રેપમાં ફસાવ્યા હતા.
પાટડીના ફુલકી રોડ પર આવેલ વાડીમાં બહારથી યુવતીને મોબાઈલ સાથે મોકલી પૂર્વ સભ્યને નિર્વસ્ત્ર કરી અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. ૨ યુવતી સહિત ૫ શખ્શોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની ખંડણી પણ માંગી હતી.