ટેકનોલોજીના આધુનિક યુગમાં રોબોટના આવિષ્કાર બાદ માનવ જગતને ફાયદાની સાથોસાથ પડકારની પણ ચર્ચા છેડાતી જ રહી છે. ચીનમાં પ્રથમવાર 21 કિલોમીટરની મેરેથોનમાં માનવીઓની સાથે રોબોટને પણ સ્થાન આપવાનુ નકકી થયુ છે.
આ મેરેથોનમાં 12000 લોકો સામેલ થવાના છે. 20 કંપનીઓએ ડઝનબંધ મુમનોઝ રોબોટનુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મેરેથોનમાં સામેલ થનારા રોબોટ માટે કેટલીક શરતો પણ હશે.
જે મુજબ રોબોટ માનવી જેવો દેખાતો હોવો જોઈએ અને બન્ને પગે દોડતો-ચાલતો હોવો જોઈએ. તેની ઉંચાઈ પણ 1.5 થી 6.5 ફુટની ફરજીયાત કરાઈ છે.