Rajkot,તા.29
શહેરના ચુનારાવાડ શેરી નંબર ૩માં આવેલા ટીનુબેન ચૌહાણના મકાન પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી થોરાળા પોલીસની ટીમને મળી હતી. બાતમી પરથી ચુનારાવાડમાં જુગારનો દરોડો પાડી પત્તા ટિંચતી ટીનુબેન કાળુભાઈ ચૌહાણ, રતનબેન માનસિંગભાઈ સોલંકી, મીનાબેન રણજીતભાઈ ટાંક, મીનાબેન વિજયભાઈ રાઠોડ અને રમાબેન ગોરધનભાઈ જંજવાદિયા નામની મહિલાઓને, રૂ. ૧૦.૨૬૦ની રોકડ સાથે થોરાળા પીએસઆઇ એમ.એસ મહેશ્વરી સહિતના સ્ટાફે ઝડપી લીધી છે