ખોળના વેચાણની રકમ 5.40 lakh ફરિયાદીને વળતર સ્વરૂપે ચૂકવવા અદાલતનો હુકમ
Manavadar,તા.07
માણાવદર ખાતે આવેલી માધવ ટ્રેડર્સમા સ્ટોક કરેલા ખોળ નો જથ્થો વેચાણ કરી નાખ્યાના ચુકવણી પેટે આપેલા બે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલે છતાં અદાલતે માધવ ટ્રેડર્સ પેઢીના સંચાલક રજનીશ ડાંગરને બે વર્ષની સાદી કેદ અને 5.40 લાખ નું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ માણાવદર તાલુકાના વેણવા ગામે રહેતા ભગવાનજીભાઈ લખમણભાઇ ડાંગર નામના પ્રોઢે માણાવદર ગામે આવેલી માધવ ટ્રેડર્સ નામની પેઢીમાં ખોળનો સ્ટોક કર્યો હતો. બાદ માધવ ટ્રેડર્સ ના સંચાલક રજનીશભાઈ ડાંગર એ ખોળનું વેચાણ કરતા ભગવાનજીભાઈ ડાંગરે રકમની માંગ કરતા રજનીશભાઈ ડાંગરે 2.70 લાખની કિંમતના બે ચેક આપ્યા હતા તે ચેક બેંક માંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે માણાવદર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. જે કામે ફરિયાદીએ રજૂ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, ચેક, રીટર્ન મેમો, વિગેરે તથા ફરીયાદ પક્ષે થયેલ જુબાનીઓ તથા ફરિયાદ પક્ષના વકીલ મયુર આર.શીંગાળાની ધારદાર દલીલોને ધ્યાને લઈ તથા વેપારી શિરસ્તામાં લોકોને વિશ્વાસ બેસે તેવા અવલોકન સાથે કોર્ટે રજનીશભાઇ ડાંગરને બે વર્ષની સાદી કેદ તથા રૂપિયા ૫ લાખ ૪૦ હજાર ફરિયાદી-ભગવાનજીભાઈને વળતર પેટે ચૂકવવા માટે માણાવદરના જયુડી.ફ.ક.મેજી. હુકમ ફરમાવેલો છે. આ કામે ફરિયાદીના વકીલ તરીકે મયુર શિંગાળા રોકાયેલા હતા.