Vadodara,તા.29
વડોદરાના પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ છે. એક મહિના પહેલા એસઆરપીના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી. જેનું પ્રાથમિક કારણ સોટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. આગના બનાવમાં એસઆરપીના ટેન્ટ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું.દરમિયાનમાં આજે સવારે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક વિગતો મુજબ ઉપરોક્ત સ્થળે સ્ક્રેપના તેમજ જુદા જુદા ગુનાઓમાં કબજે લેવાયેલા વાહનોનો મોટો ખડકલો કરવામાં આવ્યો હતો. જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. એક કલાકથી ફાયર બિગેડ દ્વારા આગ બુજાવાની કામગીરી ચાલી રહી છે. આગ બુજાયા પછી વાહનોના નુકસાનની વિગતો જાણવા મળશે.