Morbi,તા.15
સડેલા અનાજનો સરકારી જથ્થો મળી આવતા તપાસનો ધમધમાટ
મોરબીના યમુનાનગર નજીક આવેલ દલિત સમાજના સ્મશાનમાં આજે આગ લાગી હતી જેથી ફાયર ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીઆગ પર કાબુ મેળવવા કામગીરી શરુ કરી હતી આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો સડેલો જથ્થો મળી આવ્યો હતો સરકારી ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પુરવઠા વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે
જે બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ યમુનાનગર નજીક અમરેલી રોડ પર આવેલ દલિત સમાજના સ્મશાનમાં આગ લાગી હતી ગ્રાઉન્ડમાં આગ લાગતા ફાયર ટીમને બોલાવવામાં આવી હતી આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો આગ કચરાના ઢગલામાં લાગી હતી અને આગ પર આંશિક કાબુ મેળવતા સરકારી અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું જેથી સરકારી અનાજનો સડેલો જથ્થો બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે જે અંગે દલિત સમાજના સ્મશાન ખાતે સેવા આપતા સુખાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સ્મશાન ચોખ્ખું કરીને આઠ દિવસથી ટ્રેક્ટરથી ભરતી નાખવામાં આવી રહી છે જેથી તાળું લગાવતા નથી રાત્રીના કોઈ અજાણ્યો ઇસમ સરકારી અનાજનો જથ્થો નાખી ગયા હોઈ સકે છે અને આગ લાગી તેની જાણ થતા અહી આવતા સરકારી અનાજનો સડેલો જથ્થો મળી આવ્યો હતો તે કોણ નાખી ગયું તે અંગે કોઈ માહિતી નથી
અનાજનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષનો હોવાનું પ્રાથમિક તારણ
મોરબી પુરવઠા વિભાગના જીલ્લા નાયબ મેનેજર દેવેન્દ્રસિંહ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગની ઘટના બની જ્યાંથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો જથ્થો મળ્યો હોવાની માહિતી મળતા ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો તપાસ બાદ સરકારી છે કે નહિ તે નક્કી થશે તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯ નો મધ્યાહ્ન ભોજન યોજના અને ICDS વિભાગનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે જોકે કઈ દુકાનનો જથ્થો છે તે તપાસ બાદ માલૂમ પડશે તેમજ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ કેટલો જથ્થો છે તે સ્પષ્ટ થશે તો તપાસ રીપોર્ટ ઉપરી અધિકારીને સોપાશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું