Gandhinagar,તા.20
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું અવસાન થયું છે. જેના કારણે રાજકીય ગલિયારોમાં સોંપો પડી ગયો છે. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો.
લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન આજે તેઓનું અવસાન થયું. જોગાનું જોગ આજે જ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પોતાનું ચોથું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે. તે સમયે તેમના અંગત મદદનીશનું અવસાન થયું છે. જોકે રમેશભાઈ ચૌધરીની લાંબી માંદગીના કારણે તેમની જગ્યાએ અન્ય અંગત મદદનીશની નિમણુંક કરાઈ હતી.